ભારતના સૌથી અમીર વ્યક્તિ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનું નામ 100 અબજ ડોલર એટલે કે 8 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ક્લબમાંથી બહાર થઈ ગયું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આ વર્ષ માટે બ્લૂમબર્ગના 100 બિલિયન ડોલર ક્લબમાંથી બહાર થઈ ગયા છે. તાજેતરના સમયમાં ઉભી થયેલી ધંધાકીય સમસ્યાઓના કારણે આ બંને ઉદ્યોગપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે.
આટલો મોટો ઘટાડો શા માટે થયો?
ભારતના ટોચના 20 અબજોપતિઓએ 2024ની શરૂઆતથી અત્યારસુધીમાં 67.3 બિલિયન ડોલરનો વધારો હાંસલ કર્યો છે. જેમાં આઈટી ટાયકૂન શિવ નાદરને સૌથી વધુ 10.8 બિલિયન ડોલર અને સાવિત્રી જિંદાલને સૌથી વધુ 10.1 બિલિયન ડોલરનો નફો જોવા મળ્યો છે. મુકેશ અંબાણીની અંગત સંપત્તિમાં ઘટાડાનું કારણ તેમની કંપનીના રિટેલ અને એનર્જી વિભાગનું નબળું પ્રદર્શન છે. જુલાઈ 2024માં જ્યારે તેમના પુત્ર અનંતના લગ્ન થયા ત્યારે તેમની સંપત્તિ 120.8 બિલિયન ડોલર એટલે કે 10 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી, જે હવે ઘટીને 13 ડિસેમ્બર 2024 સુધીમાં 96.7 બિલિયન ડોલર એટલે કે, 8 લાખ 21 હજાર કરોડ થઈ ગઈ છે. આ ઘટાડો કંપનીનું વધતું દેવું અને વ્યવસાયિક મુશ્કેલીઓને લઈને રોકાણકારોમાં ચિંતાનું કારણ બની ગયું છે.
આ સમાચાર ગૌતમ અદાણી માટે મુસીબત બની ગયા
ગૌતમ અદાણી માટે સ્થિતિ વધુ ગંભીર છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (ડીઓજે) દ્વારા તપાસ તેમના જૂથ માટે એક મોટો પડકાર બની ગઈ છે, જે તેમના વ્યવસાય સામ્રાજ્યની પ્રગતિને અટકાવી શકે છે. હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને છેતરપિંડીના આરોપોએ અદાણીને મુશ્કેલીમાં મૂક્યા છે, જેના કારણે તેમની સંપત્તિ જૂન 2024માં 122.3 બિલિયન ડોલરથી ઘટીને નવેમ્બરમાં 82.1 બિલિયન ડોલર થઈ ગઈ છે, એટલે કે લગભગ 7 લાખ કરોડ રૂપિયા. આને કારણે, અદાણી હવે બ્લૂમબર્ગની "સેન્ટીબિલિયોનેર ક્લબ"માં નથી, જે વ્યક્તિઓની કુલ સંપત્તિ 100 બિલિયન ડોલરથી વધુ છે.
શું કહે છે આ રિપોર્ટ?
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ માટે પણ સંભવિત ખતરો ઉભો થઈ શકે છે. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર અને ઈલોન મસ્કની કંપની સ્ટારલિંકનો ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડ સેવામાં પ્રવેશ ભારતીય ટેલિકોમ કંપનીઓને પડકાર આપી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech