જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બજેટ સત્રને લઈને સોમ થી શુક્ર સુધી મળી શકશે નહીં

  • February 27, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કે જેઓ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને ગાંધીનગર હાજર રહેવાના હોવાથી તેઓ પોતાના જામનગરના કાર્યાલય પર સોમવાર તારીખ ૨૭.૨.૨૦૨૩ થી શુક્રવાર તારીખ ૩ માર્ચ ૨૦૨૩ સુધી મળી શકશે નહીં, પરંતુ તેઓનું કાર્યાંલય રાબેતા મુજબ  ખુલ્લું રહેશે.


 જ્યારે શનિવાર તારીખ ૪.૩.૨૦૨૩ ના સવારે ૧૦.૦૦ વાગ્યા થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી તેઓ પોતાના કાર્યાલય પર હાજર રહેશે. જેથી ઉપરોક્ત સમય દરમિયાન ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application