બજેટમાં મિડલ કલાસ, સ્ટાર્ટઅપને રાહતો મળશે

  • January 27, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના છેલ્લા પૂર્ણ બજેટમાં નાણા મંત્રાલય મધ્યમ વર્ગને લાભ આપવાના પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ લોકસભામાં બજેટ રજૂ કરશે.





સૂત્રોએ જણાવ્યું કે નાણા મંત્રાલય વિવિધ સરકારી વિભાગો દ્રારા મોકલવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે. જેનાથી મધ્યમ વર્ગને મોટો ફાયદો થશે જેની બજેટમાં  જાહેરાત થઈ શકે છે. સરકારે હજુ સુધી . ૨.૫ લાખની આવકવેરા મુકિત મર્યાદામાં વધારો કર્યેા નથી જે ૨૦૧૪માં તત્કાલિન નાણાપ્રધાન અણ જેટલીએ તે સરકારનું પ્રથમ બજેટ રજૂ કરતી વખતે કહ્યું હતું.





આ સાથે ૨૦૧૯ થી સ્ટાન્ડર્ડ ડિડકશન ૫૦,૦૦૦ પિયા પર રહેશે. ઘણા નિષ્ણાતો માને છે કે ફુગાવાના ઐંચા સ્તરમાં પગારદાર મધ્યમ વર્ગને રાહત આપવા માટે આવકવેરા મુકિત મર્યાદા અને પ્રમાણભૂત કપાતમાં વધારો કરવાની જર છે. નાણામંત્રીના તાજેતરના નિવેદનથી મધ્યમ વર્ગમાં આશા જાગી છે કે તેમને આગામી બજેટમાં થોડી રાહત મળી શકે છે.





નાણામંત્રીએ કહ્યું હતું કે તેઓ આ વર્ગ પર દબાણથી વાકેફ છે. તેણીએ કહ્યું હતું કે હત્પં પણ મધ્યમ વર્ગમાંથી છું, તેથી હત્પં આ વર્ગ પર દબાણ સમજું છું. હત્પં મારી જાતને મધ્યમ વર્ગ માનું છું હત્પં આ સમસ્યાઓને સમજું છું. સરકારે આ વર્ગ માટે ઘણું કયુ છે અને સતત કરી રહી છે. મર્યાદા અને પ્રમાણભૂત કપાતમાં ફેરફાર કરવા ઉપરાંત નાણા મંત્રાલય ૮૦સી  હેઠળ રોકાણ મુકિત  મર્યાદા વધારવાની શકયતા પણ જોઈ રહ્યું છે. તેમાં જીવન વીમો, એફડી, બોન્ડ, રહેણાંક અને પીપીએફ અને અન્ય સેવાઓનો સમાવેશ થાય છે.



હાલમાં આ અંતર્ગત ૧.૫૦ લાખ પિયા સુધીના રોકાણ પર છૂટ છે. સૂત્રોએ જણાવ્યું કે સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમની ચૂકવણી અંગે પણ વિચારણા કરવામાં આવી રહ્યા  છે. સરકાર રોકાણકારોને ફાયદો પહોંચાડવા માટે કેપિટલ ગેઈન ટેકસ નિયમોને પણ હળવા કરી શકે છે. તેનાથી મધ્યમ વર્ગમાંથી આવતા રોકાણકારોને ફાયદો થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application