ફરી વાર રાજકોટ માંથી ઝડપાયું મેફેડ્રોન ડ્રગ્સ, જ્યુબેલિ ગાર્ડન માંથી યુવકની એસઓજી પોલીસે કરી ધરપકડ

  • February 08, 2023 06:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં દારુ અને ડ્રગ્સનું સેવન કરતા યુવાવર્ગની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ પોલીસ તંત્રએ કરોડો રૂપિયાનો જપ્ત કરેલા દારુ પર બુલડોઝર ફેરવ્યું હતું તો હવે અસામાજિક તત્વોના પ્રભાવના પગલે રાજકોટના યુવાનોને ડ્રગ્સની લત લાગી છે.


વિગતો મુજબ પોલીસએ જ્યુબેલિ ગાર્ડનમાં એક યુવક મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થા સાથે પકડાયો છે. પોલીસે સિકંદર ઈશાક શેખ નામના ઈસમને 2.90 લાખનાં 29 ગ્રામ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો તેમજ કોને આપવાનો હતો સહિતના મુદ્દે પૂછતાછ હાથ ધરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application