જામનગરમાં આગામી તા.12 ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

  • December 06, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આગામી તા.12 ડિસેમ્બરના જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાશે

જામનગર તા.06 ડિસેમ્બર, જામનગર મદદનીશ નિયામકશ્રી (રોજગાર)ની કચેરી, ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને મોડેલ કરિયર સેન્ટર, જામનગરના માર્ગદર્શન હેઠળ આગામી તા.12 ડિસેમ્બરના રોજ સવારે 10:30 કલાકે જિલ્લાકક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 

ઉક્ત મેગા રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ પોતાનો બાયો-ડેટા, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે મદદનીશ નિયામકશ્રી (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ. કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર- આ સ્થળ પર સમયસર હાજર થવાનું રહેશે. 

આ અંગે, વધુ માહિતી અત્રેની કચેરીના સંપર્ક નંં. 0288-2564654 પરથી મેળવી શકાશે. તેમ, મદદનીશ નિયામકશ્રી (રોજગાર) સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application