બોર્ડની પરીક્ષામાં માસ કોપી કેસ, આ પરીક્ષા કેન્દ્રના 50 લોકોના સ્ટાફને કરી દેવાયા સસ્પેન્ડ

  • March 13, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ધોરણ 12ની પરીક્ષા દરમિયાન ભૂગોળના પેપરમાં બારી પાસેથી વિદ્યાર્થીઓને કરાવાતી હતી કોપી : શિક્ષણમંત્રીએ આપ્યા તપાસના આદેશ


હાલ રાજ્યમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એકતરફ પોલીસ મુશ્કેલીમાં મુકાયેલા બાળકોની મદદ કરી રહી છે તો બીજી તરફ આણંદ માંથી માસ કોપી કેસનો બનાવ સામે આવ્યો છે. આણંદના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિરના સેન્ટરમાં માસ કોપી કેસનો મામલો સામે આવ્યો છે. ધોરણ 12ની પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કોઈ વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગાંધીનગર સુધી રજૂઆત કરતા શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.


આ અંગે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પરીક્ષા કેન્દ્ર રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં જવાબદારોને છોડવામાં નહીં આવે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં નહીં ચલાવી લેવાય.


પ્રાથમિક માહિતી મુજબ, આણંદ પાસેના કરમસદમાં આવેલા સરદાર પટેલ વિદ્યામંદિર સેન્ટરમાં ધો.12ની બોર્ડની પરીક્ષાના બીજા દિવસે ભૂગોળનું પેપર હતું. પરીક્ષા દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી આ સેન્ટરની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં ક્લાસની બારી પાસે કોઈ વ્યક્તિ બહારથી વિદ્યાર્થીઓને જવાબ લખાવી રહ્યો હોવાનું જોવા મળ્યું. જોકે વિદ્યાર્થી પાસે જઈને બારીની બહાર જોતા જ આ વ્યક્તિ દોડીને ભાગી ગયો હતો.


માસ કોપી કેસની ઘટના સામે આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50 વ્યક્તિના સ્ટાફને સામુહિક રીતે સસ્પેન્ડ કરી નાખ્યો છે. આજે પરીક્ષાના ત્રીજા દિવસે નવા સ્ટાફ સાથે પેપર શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા ગાંધીનગરથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News