BREAKING NEWS

જામનગરમાં લુંટ-ધાડ કરનાર બાબુ ૨૭ વર્ષે પકડાયો

  • April 24, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં લુંટ-ધાડ કરનાર બાબુ ૨૭ વર્ષે પકડાયો


એલસીબીની ટુકડી એમપીના જાંબવાથી ઉપાડી લાવી


જામનગરમાં પેટ્રોલ પંપમાં ધાડ, લુંટ કરનાર એક આરોપીને ૨૭ વર્ષે એલસીબીની ટુકડી જાંબવાથી ઉપાડી લાવી છે, લાંબા સમયથી નાસતા ફરતા આરોપી બાબતે ચોકકસ વિગતો મળતા ટીમ ત્યાં પહોચી હતી આરોપી અગાઉ દ્વારકાના એક મંદિર લુંટમાં પણ પકડાયો હતો.


લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આઇજી અને એસપીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ૧૯૯૯માં જામનગરના બાયપાસ નજીક પેટ્રોલપંપની અંદર લુંટારૂ ટોળકી દ્વારા ધાડ પાડીને ૧.૯૦ લાખની લુંટ ચલાવવામાં આવી હતી, આ ચકચારી બનાવમાં ગુનાને અંજામ આપનાર મુખ્ય સુત્રધાર બાબુ ઉર્ફે બાબી ભીમા ડોડીયાર રહે. કાકરાદરા તા. રાણપુર, જી. જાંબવા એમપીવાળો ઘરપકડ ટાળવા ઓળખ છુપાવીને નાસતો ફરતો હોય આરોપી વિરુઘ્ધ સીઆરપીસી કલમ ૭૦ મુજબનું વોરન્ટ જારી કરવામાં આવ્યુ હતું.


એલસીબી પીઆઇ ચૌધરીની સુચના મુજબ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી હયુમન અને ટેકનીકલ સોર્સ મારફત આરોપીની શોધખોળ માટે સર્ચ હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં આરોપી બાબુની હાજરી અલગ અલગ સમયે ૩ રાજયમાં જણાઇ હતી દરમ્યાન એલસીબી ટીમના ભરત ડાંગર, અરજણ કોડીયાતર, કિશોર પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરીયાણા, રાજસ્થાન અને એમપી ખાતે તપાસમાં ગયા હતા. જયાં જાંબવા ખાતેથી આરોપી બાબુ ભીમા મળી આવતા તેને પકડી પાડયો હતો.


આ આરોપી ભુતકાળમાં દ્વારકા ખાતેના રૂક્ષમણી મંદિરમાં પણ લુંટ ચલાવવામાં પકડાયો હતો આગળની તપાસ માટે સીટી પોલીસને સોપી આપવામાં આવ્યો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application