ઉપલેટામાં ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકને પકડી પાડતા મામલતદાર: સાડા છ લાખનોે મુદ્દામાલ કબજે

  • November 07, 2023 12:43 PM 

જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉપલેટાના મામલતદારે બાતમી આધારે રોયલ્ટી ભર્યા વગર રેતીના ટ્રક ઝડપી લઈ સાડા છ લાખનો મુદામાલ પોતાને સોંપી આપ્યો હતો.મેખાટીંબી અને વરજાંગજાળિયા, નાગવદર વિસ્તારની નદીમાંથી ભૂ માફિયાઓ દ્વારા બેફામ ખનિજ ચોરી થઈ રહી છે ત્યારે ગત રાત્રે જિલ્લ ા કલેકટર અને ધોરાજી પ્રાંત અધિકારીની માર્ગદર્શન નીચે મામલતદાર મહેશ ધનવાણી ઈશરાના પાટિયા પાસે વોચમાં રહી રોડ ઉપર પસાર થઈ રહેલા ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાં ભરેલ ૭૦ ટન રેતીની રોયલ્ટી ન ભરેલ હોય તેથી તેને ઝડપી લઈ રેતી અને ટ્રક સાથે સાડા છ લાખનો મુદામાલ કબજે લઈ સ્થાનિક પોલીસને સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application