આજે જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટય મહોત્સવ છે, જેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે, પૃષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીનો ચૈત્રવદ ૧૧ ના રોજ એટલે કે આજે જન્મોત્સવ નિમિતે જામનગરની પ૬ મી બેઠક ખાતે ઉજવણી થઇ રહી છે, ત્યારે આજે સવારે પ.૩૦ વાગ્યે મંગલા દર્શન યોજાયો હતો, તેમજ સવારે ૮.૩૦ વાગ્યે મહાપ્રભુજીની બેઠકની ફરતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલખીયાત્રા યોજાઇ હતી, જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઇઓ-બહેનો જોડાયા હતા. તદ્દઉપરાંત આજે મહાપ્રભુજીની બેઠક ખાતે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.