દેશમાં ડ્રગ્સ તસ્કરી અને તેનાથી કમાયેલા કાળા નાણાંને ધોળા કરવાના ગંભીર રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. EDની ટીમોએ આજે સવારથી જ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ શહેરોમાં એકસાથે દરોડા પાડીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે ડ્રગ્સ માફિયાઓ અને તેમની સાથે જોડાયેલા સફેદપોશ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાતના કયા-કયા શહેરો આવ્યા રડારમાં?
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ડ્રગ્સના કાળા કારોબારના છેડા ગુજરાતના મોટા ઓદ્યોગિક કેન્દ્રો સાથે જોડાયેલા હોવાના મજબૂત પુરાવા મળ્યા બાદ આ ઓપરેશન પ્લાન કરાયું હતું. એશિયાની સૌથી મોટી કેમિકલ વસાહત ગણાતા અંકલેશ્વરની 'વંદના કેમિકલ કંપની' માં EDના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો. અહીં બનતા કેમિકલ અને તેના આડમાં થતી હેરાફેરીના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.
સુરત અને રાજકોટ એમ આ બંને મોટા શહેરોમાં પણ શંકાસ્પદ ફાયનાન્સર્સ અને ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા લોકોના રહેણાંક તેમજ વ્યાપારી ઠેકાણાઓ પર EDની ટીમોએ ધામા નાખ્યા છે.
શું છે આખું કૌભાંડ અને ED કેમ આવી એક્શનમાં?
જ્યારે પણ મોટો ડ્રગ્સનો જથ્થો પકડાય છે, ત્યારે પોલીસ માત્ર માલ જપ્ત કરે છે, પરંતુ ED એ તપાસ કરે છે કે આ ડ્રગ્સ ખરીદવા માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા અને વેચ્યા પછી કમાયેલું નાણું કઈ કાયદેસરની કંપનીઓ કે રિયલ એસ્ટેટમાં રોકવામાં આવ્યું.
01. પડદા પાછળનો ખેલ: કેમિકલ કંપનીઓની આડમાં નશીલા પદાર્થોનું ઉત્પાદન કરવું.
02. હવાલા નેટવર્ક: ડ્રગ્સના વેચાણથી મળેલા કરોડો રૂપિયાને વિદેશ મોકલવા અથવા ભારતમાં જ અલગ-અલગ બેંક ખાતાઓ દ્વારા સિસ્ટમમાં લાવવા.