માધાપર ઓવરબ્રિજ ચોમાસા પહેલા ચાલુ થઈ જશે

  • February 04, 2023 10:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ પર જડુસ નજીકના ઓવરબ્રિજનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. પરંતુ માધાપર ઓવરબ્રિજ કયારે પૂરો થશે તેવો સવાલ લોકો પૂછી રહ્યા છે. આ બાબતે પીડબ્લ્યુડી વિભાગના કાર્યપાલક ઇજનેર ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આગામી ત્રણથી ચાર મહિનામાં એટલે કે ચોમાસા પહેલા આ બ્રિજનું કામ પૂં થઈ જશે.





એક સવાલના જવાબમાં કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે સતત ટ્રાફિક હોવાના કારણે એક તબક્કે આ બ્રિજનું કામ ઝડપી કરવામાં અનેક વિધ્નો હતાં પરંતુ હવે ટ્રાફિક બધં થઈ જતા કોઈ અડચણ નથી. રાત્રે મોડે સુધી અને સવારના વહેલા કામ ચાલુ હોય છે. મશીનરી પૂરતા પ્રમાણમાં છે. પરંતુ લેબરની સંખ્યા પણ વધારવામાં આવી છે. એકાદ મહિનાથી વધારાના ૪૦ મજૂરો બોલાવવામાં આવ્યા છે અને આગામી બે ત્રણ દિવસમાં વધુ ૨૦ જેટલા મજૂરો કામે લાગી જશે.





માધાપરનો ઓવરબ્રિજ પૂરો થયો પછી મોરબી રોડ તરફ જવાનો અંડર પાસ બનાવવામાં આવશે અને તે કામગીરીમાં વધુ બે થી અઢી મહિના જેટલો સમય લાગશે. જૂન માસના અતં સુધીમાં ઓવરબ્રિજની કામગીરી થઈ જશે પરંતુ જો ચોમાસું વહેલું આવશે તો અંડરપાસની કામગીરીને અસર થવાની સંભાવના છે.





કાર્યપાલક ઇજનેરે વધુમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન પણ વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે બાયપાસ પર માટી કપચી નાખીને રસ્તો બનાવવામાં આવ્યો છે.




આ રોડ પરથી પસાર થતા વાહનચાલકોની કઠણાઈ એ છે કે લાંબો સમય સુધી હોસ્પિટલ ચોકના બ્રિજના કામના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. થોડા સમય પહેલા હોસ્પિટલ બ્રિજ ચાલુ કરી દેવાયો છે. પરંતુ સાંઢીયા પુલ વાહન વ્યવહાર માટે બધં કરી દેવામાં આવતા વાહનચાલકો માટે તો 'હતા ત્યાંના ત્યાં' જેવી સ્થિતિ સર્જાવા પામી છે. હવે માધાપર ઓવરબ્રિજ ખુલ્લો મુકાય તો ટ્રાફિકની સમસ્યામાં રાહત મળે તેમ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application