કચરામાંથી ચમક્યું નસીબ, પિતાની 60 વર્ષ જૂની પાસબુક મળી અને દીકરો બની ગયો કરોડપતિ!

  • August 05, 2023 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




આ એક ચિલીના નાગરિક એક્ઝીવેલ હિનોજોસાની સાથે બનેલી ઘટના છે, જેનું નસીબ એવું ચમક્યું કે તે કરોડપતિ બની ગયો. તેને એક જૂની બેંક પાસબુક મળી, જે તેના પિતાની હતી. તે બેંક ખાતા વિશે કોઈ જાણતું ન હતું અને એક્ઝીવેલ ના પિતા ઘણા વર્ષો પહેલા મ્રત્યુ પામ્યા હતા.


એક્ઝીવેલના પિતાએ 1960-70 માં પોતાનું ઘર ખરીદવા માટે તે બેંક ખાતું ખોલાવ્યું હતું. જેમાં તેણે લગભગ 1.40 લાખ પેસો જમા કરાવ્યા હતા. જો કે 1.40 લાખ પેસોની વર્તમાન કિંમત માત્ર $163 એટલે કે 13,480 રૂપિયાની આસપાસ છે.


એક્સિલના પિતાના અવસાનને એક દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે અને ત્યારથી તે બેંકની પાસબુક જૂના બોક્સમાં જંકની જેમ રાખવામાં આવી હતી. સામાન સેટ કરતી વખતે એક્સીલના હાથમાં બેંકની પાસબુક મળી આવી હતી. કાનૂની રીતે આ પૈસા પરત કરવાની ચીલી સરકારે આપવાના હતા, પણ સરકારે પૈસા આપવાનો ઇનકાર કર્યો અને મામલો કાનૂની લડાઈમાં આવી ગયો.


કોર્ટમાં એક્સીલે દલીલ કરી હતી કે આ પૈસા તેના પિતાની મહેનતની કમાણી છે અને સરકારે જમા કરેલી રકમ પરત કરવાની બાંયધરી આપી છે, તેથી બેંક બંધ થયા પછી પણ સરકારે પૈસા પરત કરવા પડશે. કોર્ટના કહેવા પ્રમાણે, સરકારે વ્યાજ અને મોંઘવારી સાથે નાણાં પરત કરવા પડશે. આ રીતે, કુલ રકમ હવે 1 બિલિયન પેસો એટલે કે લગભગ 1.2 મિલિયન ડોલર બની જાય છે. ભારતીય ચલણમાં આ રકમ લગભગ 10 કરોડ રૂપિયા થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application