TikTok પર પાંગર્યો પ્રેમ… 3 બાળકો સાથે સરહદ પારથી આવી દિલરૂબા

  • October 01, 2023 07:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર જેવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં સામે આવ્યો છે. અહીં એક મહિલા તેના ત્રણ બાળકો સાથે તેના પ્રેમીને મળવા આવી છે. મહિલા બાંગ્લાદેશથી આવી છે. જ્યારે મહિલા સોશિયલ મીડિયા પર તેને મળેલા પ્રેમી માટે તેના ઘરે પહોંચી તો સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. જ્યારે પોલીસને આ અંગેની જાણ થઈ ત્યારે તેઓએ મહિલાને કસ્ટડીમાં લીધી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, આ આખો મામલો ભારત અને નેપાળની સરહદ પર આવેલા ગામ ભરથા રોશન ગઢનો છે જે માલ્હીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. દિલરૂબા નામની મહિલાએ ટિકટોક પર ગામના એક યુવક સાથે મિત્રતા કરી હતી. પ્રેમીનું નામ અબ્દુલ કરીમ હોવાનું કહેવાય છે. દિલરૂબા બાંગ્લાદેશથી સરહદ પાર કરીને ભારત પહોંચી ત્યારે અબ્દુલનું સત્ય તેની સામે આવ્યું. અબ્દુલ પહેલેથી જ પરિણીત હતો. આ કારણોસર દિલરૂબાએ વાંધો ઉઠાવ્યો હતો.

ગામમાં બાંગ્લાદેશી મહિલાના આગમનના સમાચાર પોલીસને મળતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાને કસ્ટડીમાં લીધી હતી. પોલીસ સ્ટેશનમાં મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેની પાસે પાસપોર્ટ અને વિઝા સહિતના માન્ય દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું હતું. દિલરૂબા પાસે ટુરિસ્ટ વિઝા છે. પોલીસ કસ્ટડીમાં રહેલી મહિલાએ એ પણ જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા દ્વારા અબ્દુલ સાથે મિત્રતા કરી હતી.


દિલરુબાએ જણાવ્યું કે તે બાંગ્લાદેશના રુજાન જિલ્લાના ચિત્તાગોંગની રહેવાસી છે. મહિલાએ જણાવ્યું કે તે અબ્દુલને TikTok પર મળી હતી. અહીંથી જ તેમનો પ્રેમ થયો. જો કે, જ્યારે મહિલા અબ્દુલના ઘરે પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે પહેલાથી જ પરિણીત છે. અબ્દુલની પત્નીએ આ સમગ્ર મામલે સખત વાંધો વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application