BREAKING NEWS

ધ્રોલ : જોડિયાના ભાદર રોડ પરથી ક્રૂરતાપૂર્વક ભરેલા ૬ ગૌવંશ સાથેની બોલેરો ઝડપાઈ

  • November 03, 2025 12:39 PM 


જોડિયા તાલુકાના ભાદર રોડ પરથી ગેરકાયદેસર રીતે અને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જવાતા છ જેટલા ગૌવંશને બુરક્ષક સંગઠનોએ સફળતાપૂર્વક બચાવી લીધા છે. ધ્રોલ હિન્દુ સેનાના સંજય ડાંગરના નેતૃત્વ હેઠળ ધ્રોલ હિન્દુ સેના મોરબી ગૌ રક્ષક સેના અને રાજકોટ ગૌ રક્ષકની ટીમો દ્વારા સંયુક્ત રીતે વોચ ગોઠવીને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 


પ્રાપ્ત માહિતી અનુસાર. જોડિયાના ભાદરા ગામ નજીક ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. તપાસ કરતા ગાડીમાંથી છ જેટલા ગૌવંશ ક્રૂરતાપૂર્વક બાંધેલા મળી આવ્યા હતા. જેમને ગેરકાયદેસર રીતે અન્ય સ્થળે કતલ માટે લઈ જવામાં આવી રહ્યા હોય જે અંગે ગૌરક્ષકોની ટીમે આ બોલેરો ગાડીને ઝડપી પાડીને અંદર ભરેલા ગૌવંશને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા.
​​​​​​​

બોલેરો ગાડી અને ગૌવંશ ઝડપાવાની જાણ થતાં જ પ્રોલ હિન્દુ સેના સહિતના ગૌરક્ષક સંગઠનોના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ જોડિયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગૌરક્ષકોએ આ મામલે સખત કાર્યવાહી કરવાની અને ગૌવંશની હેરાફેરી કરનારા ઇસમો સામે કડક કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી.પોલીસે ગૌવંશની હેરાફેરી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application