જામનગર: જામજોધપુરના ધ્રાફા ગામમાં કિશોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે કિશોરે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ મામલે શેઠ વડાળા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ધ્રાફા ગામે રહેતા જતીનભાઈ જીવાભાઈ પરમાર (ઉ.વ. ૧૭ વર્ષ ૧૧ માસ), ધંધે મજૂરી, ગઇકાલે કોઈપણ સમયે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા જીવાભાઈ ભીમાભાઈ પરમારે શેઠવડાળા પોલીસને જાણ કરતાં પોલીસે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ હેઠળ અકસ્માતે મૃત્યુ ની નોંધ કરી તપાસ શરુ કરી છે. હાલ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના કારણે શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.