ફાસ્ટ બોલરને એકલો છોડી આ દેશની ટીમ ચાલી આયર્લેન્ડ, કારણ સાંભળશો તો તમે પણ રહી જશો દંગ

  • May 08, 2024 11:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર આયર્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમ સાથે ત્યાં જઈ શક્યો નથી. પ્રવાસ પહેલા સુધી તેને વિઝા મળ્યા ન હતા. પીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર મોહમ્મદ આમિર યુનાઇટેડ કિંગડમનો કાયમી નિવાસી છે.

મોહમ્મદ આમિરે પાકિસ્તાનની સાથે આયર્લેન્ડના વિઝા માટે અરજી કરી હતી. મંગળવારે પાકિસ્તાનની ટીમને ડબલિનની યાત્રા પહેલા વિઝા મળી ગયા, પરંતુ આમિરને વિઝા ન મળ્યા, આથી આમિર પાકિસ્તાનમાં હાજર છે. PCB આ મુદ્દે ક્રિકેટ આયર્લેન્ડના સંપર્કમાં છે.

PCBના એક અધિકારીએ જણાવ્યું કે આખરે તે યજમાન બોર્ડની જવાબદારી છે કે તે સુનિશ્ચિત કરે કે પ્રવાસી ટીમ માટે વિઝાની સુવિધા અને સમયસર પ્રદાન કરવામાં આવે. ટૂંકા પ્રવાસને ધ્યાનમાં રાખીને, પાકિસ્તાન આયર્લેન્ડમાં 10 થી 14 મે દરમિયાન ત્રણ T20 મેચ રમશે. વિઝા ઈશ્યુના કારણે આમિર સિરીઝ રમવા પર શંકા ઉભી થઈ છે. હાલમાં એ જાણી શકાયું નથી કે આમિરને વિઝા ક્યારે મળશે. આમિર ઉપરાંત પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટના સભ્ય મોહમ્મદ યુસુફને પણ વિઝા મળવામાં વિલંબ થયો હતો, જોકે તે બાકીની ટીમ સાથે સમયસર આયર્લેન્ડ જવા રવાના થયો હતો.

પીસીબીનું માનવું છે કે મોહમ્મદ આમીરે ટીમના બાકીના ખેલાડીઓની જેમ વિઝા માટે અરજી કરી હતી. આ પહેલા પણ આમિર વર્ષ 2018માં પાકિસ્તાન ટીમ સાથે આયર્લેન્ડના પ્રવાસે ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં, આમિરે નિવૃત્તિ લેવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો. આ પછી તેણે ન્યૂઝીલેન્ડ સામે હોમ સિરીઝ રમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application