BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના સિદસરા ગામની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

  • June 23, 2026 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના સિદસરા ગામની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ દરમિયાન સિદસરા ગામની સીમમાં ચાલતા એક જુગારના અખાડા પર રેઇડ કરી છે.

એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષીની રાહબરી હેઠળ પીએસઆઈ બી.એમ.દેવમુરારી, એમ.આર.સવસેટા અને એસ.વી.કાંબલીયા સહિતની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી મળી હતી કે સિદસરા ગામની ખારા સીમમાં આવેલી પુંજુભા હનુભા જાડેજાની ભાગીદારી વાળી વાડીના પતરાના ઢાળિયામાં બહારથી માણસો બોલાવીને અંગત આર્થિક ફાયદા માટે જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો છે. આ હકીકતના આધારે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડી જુગાર રમતા આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા હતા.
​​​​​​​
પોલીસે ઘટના સ્થળેથી રોકડ રૂ.૩૩૨૫૦, રૂ.૪૦૫૦૦ની કિંમતના પ નંગ મોબાઇલ, રૂ.૫૦૦૦૦ની કિંમતના બે મોટરસાયકલ તેમજ ગંજીપતા સહિત કુલ રૂ. ૧૨૩૭૫૦નો મુદામાલ જપ્ત કર્યો છે. પકડાયેલ આરોપીઓમાં પુંજુભા હનુભા જાડેજા, હરદીપસિંહ દોલુભા જાડેજા, ભરતભાઇ કરસનભાઇ રાઠોડ, દેવાતભાઇ કાનાભાઇ છુછર, નગાભાઇ રામશીભાઇ ચાવડા, હેમતસિંહ મદારસિંહ જાડેજા અને વનરાજસિંહ હાલુભા જાડેજાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી એલસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application