દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં દારૂ કેસમાં આરોપીને ઝડપી લેતી એલસીબી

  • March 02, 2023 07:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથક સહિત જિલ્લામાં થોડા સમય પૂર્વે દારૂ સંદર્ભેના નોંધાયેલા ગુનાઓમાં રાજસ્થાન રાજ્યના જોધપુર વિસ્તારમાં રહેતા શંકરસિંહ ભવરસિંહ રાઠોડ નામના ૫૮ વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.


દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલ.સી.બી. પોલીસને કરવામાં આવેલી સૂચના અંતર્ગત પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં એ.એસ.આઈ. મસરીભાઈ ભારવાડીયા તથા હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે આશરે પાંચેક વર્ષથી નાસતા ફરતા ઉપરોક્ત શખ્સને ખંભાળિયામાંથી ઝડપી લઇ, વધુ તપાસ અર્થે ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ શખ્સ ઉપર ભાણવડ તાલુકામાં આઠ, કલ્યાણપુર તાલુકાના બે તથા દ્વારકામાં એક મળી કુલ ૧૧ ગુનાઓ નોંધાયા હતા.
​​​​​​​
આ કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એસ.આઈ. મશરીભાઈ ભરવાડીયા, હેડ કોન્સ્ટેબલ લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર અરજણભાઈ આંબલીયા, મેહુલભાઈ રાઠોડ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application