જામવાડી જીઆઇડીસીમાં રાત્રીના વાંદરા ટોપી પહેરી આવેલા તસ્કરે કારખાનની બારીના સળિયા તોડી અંદર પ્રવેશ્યો હતો. અહીં ઓફિસમાં ડિજિટલ લોક તોડી . ૫.૩૫ લાખની રોકડ ચોરી કરી હતી.જે અંગે કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગોંડલમાં રામનગર સોસાયટી માધવ સ્કૂલ પાસે ગુંદાળા ફાટક નજીક રહેતા જીતુભાઈ પોપટભાઈ જસાણી(ઉ.વ ૪૨) દ્રારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને જામવાડી જીઆઇડીસીમાં પ્રાઇમ એગ્રો ફડ પ્રોડકટ નામનું કારખાનું આવેલું છે. કારખાનામાં અંદાજે ૩૦ જેટલા મજૂરો કામ કરે છે.
તા. ૨૫ ના જીતુભાઈ નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતા અને બપોરના એકાદ વાગ્યે જમવા માટે ઘરે ગયા હતા બે વાગ્યે પરત કર્યા હતા અને સાંજના આઠેક વાગ્યે ઓફિસ લોક કરી ઘરે જતા રહ્યા હતા.તેમની ઓફિસમાં રોકડ . ૪,૫૦,૦૦૦ તથા એકાઉન્ટની ઓફિસમાં બાજુમાં આવેલ પ્લાન્ટ મેનેજરની ઓફિસમાં ૮૫ હજાર રોકડા રાખ્યા હતા. ગઈકાલ સવારના પોણા આઠેક વાગ્યે તેઓ ઓફિસ જવા માટે નીકળતા હતા. ત્યારે ઓફિસમાં કામ કરનાર આશિષભાઈ હિરપરાનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે આપણી ઓફિસના તાળા તૂટેલા છે અને ચોરી થઈ હોય તેવું જણાય છે જેથી તેઓ તુરતં અહીં પહોંચ્યા હતા.
અહીં આવી ઓફિસમાં જોતા ઓફિસમાં બારીનો સળીયો તણી જેવા હથિયારથી કાપ્યો હતો અને અલગ અલગ ત્રણેય ઓફિસમાં ડિજિટલ લોક તૂટેલા હતા ફરિયાદીની ઓફિસના ટેબલના ખાનાનો લોક પણ તૂટેલો હતો અને ખાનામાં રાખેલ રોકડ રકમ પિયા ૪.૫૦ લાખ ચોરી થઈ ગયાનું માલુમ પડું હતું. ત્યારબાદ બાજુમાં માર્કેટિંગની ઓફિસ હોય તેનો લોક પણ તૂટેલો હતો પરંતુ ઓફિસમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન હતી પ્લાન્ટ મેનેજરની ઓફિસમાં જોતા ટેબલના ખાના તુટેલા હતા અને તેમાં રાખેલ રોકડ .૮૫,૦૦૦ ની ચોરી થઈ ગયા અને માલુમ પડું હતું. એકાઉન્ટની ઓફિસના લોક પણ તૂટેલો હતો ચોરીના આ બનાવ બાદ કારખાનામાં સીસીટીવી કેમેરા ફટેજ ચેક કરતા રાત્રીના ૨:૫૮ કલાકે કારખાનામાં પાછળનાભાગે ટ્રાન્સફોર્મર તરફની દિવાલ ટપી એક શખસ વાંદરા ટોપી પહેરી અંદર આવતો જણાયો હતો અને રાત્રિના ૩:૪૦ કલાકે તે પરત બહાર નીકળતા નજરે પડો હતો જેથી આ અંગે કારખાનેદાર દ્રારા પોતાના કારખાનામાં અજાણ્યા શખસે બારીનો કાચ તોડી અંદર આવી ડિજિટલ લોક તોડી ટેબલના ખાનાના લોક તોડી કુલ . ૫.૩૫ લાખની રોકડ ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી છે.આ અંગે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMજામનગરમાં વાહન અથડાવી લૂંટ કરતી ટોળકીમાં સામેલ મહિલા પકડાઈ
April 24, 2025 01:19 PMદેવભૂમિ દ્વારકા : ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
April 24, 2025 01:14 PMખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech