રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ પાલા સામે વિરોધનો વંટોળ વધતો જાય છે ત્યારે જામનગરમાં ઓશવાળ સેન્ટર ખાતે કાર્યકરના યોજાયેલા સંમેલન પહેલા ક્ષત્રિયઓએ ગેઇટની બહાર કાળા વાવટા ફરકાવીને પાલાની ટીકીટ કાપો, પાલા હાય-હાયના ઓચિંતા સૂત્રોચ્ચાર કરતા થોડો સમય પોલીસ હરકતમાં આવી ગઇ હતી, ખુદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું ઓશવાળ સેન્ટરે પહોંચી ગયા હતા, પ્રથમ સાતેક જેટલા વ્યક્તિઓની અટકાયત કર્યા બાદ એક બસમાં ૪૦ થી પ૦ ભાઇ-બહેનોએ કાળા વાવટા ફરકાવીને ઉગ્ર વિરોધ દર્શાવતા વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી ગઇ હતી અને ગેઇટ પાસે પોલીસનો વધુ કાફલો ગોઠવી દેવાયો હતો.
આજે સવારે ૧૦.૩૦ વાગ્યા આસપાસ ઓશવાળ સેન્ટર પાસે સાતથી આઠ લોકો કાળા વાવટા લઇને આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા પોલીસે તમામની અટક કરીને હેડ કવાર્ટર લઇ ગઇ હતી, ત્યારબાદ ૧૧.૩૦ આસપાસ સીઆર પાટીલનો કાફલો ઓશવાળ સેન્ટર ખાતે આવી પહોંચ્યો હતો અને થોડીવાર બાદ પ્રવચન શ થાય એ પહેલા જ ઓશવાળના બીજા ગેઇટ પાસે બસમાં ૩૦ થી ૪૦ ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનો ઓચિંતા આવી પહોંચ્યા હતા અને કાળા વાવટા લહેરાવીને પાલા હાય-હાય... અને પાલાની ટીકીટ રાજકોટથી કાપો... તેવા સૂત્રો બોલાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech