કોહલીએ બર્થડે પર 49મી સદી ફટકારી રચ્યો ઇતિહાસ, સચિન તેંડુલકરના મહા રેકોર્ડની કરી બરાબરી

  • November 05, 2023 06:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ICC વર્લ્ડ કપ 2023માં વિરાટ કોહલીએ પોતાના પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. કોહલીએ તેના 35માં જન્મદિવસે ODI ક્રિકેટમાં તેની 49મી સદી ફટકારીને સચિન તેંડુલકરના સૌથી વધુ સદીઓના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે કોહલી અને સચિન એવા બેટ્સમેન છે જેમણે ODI ક્રિકેટમાં સૌથી વધુ ODI સદી ફટકારી છે. એટલું જ નહીં, કોહલી પોતાના જન્મદિવસ પર ODI સદી ફટકારનાર વિશ્વનો 7મો અને 3મો ભારતીય બેટ્સમેન છે. કોહલી તેની 278મી ઇનિંગમાં તેની 49મી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો જ્યારે સચિને તેની 452મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.


કોહલીએ ભારતમાં 6000 ODI રન પણ પૂરા કર્યા છે. ઘરઆંગણે 6000 ODI રન બનાવનાર સચિન પછી તે બીજો ખેલાડી છે. ભારતમાં સચિન તેંડુલકરના નામે 6976 રન છે. વિરાટ કોહલી સચિન બાદ દક્ષિણ આફ્રિકા સામે 3000 રન બનાવનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે.


ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર- 49 સદી
વિરાટ કોહલી- 49 સદી
રોહિત શર્મા- 31
રિકી પોન્ટિંગ- 30
સનથ જયસૂર્યા- 28
હાશિમ અમલા- 27


પોતાના જન્મદિવસ પર ODI સદી ફટકારનાર બેટ્સમેન

140* – ટોમ લાથમ વિ નેધરલેન્ડ, હેમિલ્ટન, 2022 
134 – સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, શારજાહ, 1998 

131* – રોસ ટેલર વિ. પાકિસ્તાન, પલ્લેકેલે, 2011 
130 – સનથ જયસૂર્યા વિ. બાંગ્લાદેશ, કરાચી, 2008 
100* – વિનોદ કાંબલી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, જયપુર 1993 
101* – મિશેલ માર્શ વિરુદ્ધ પાકિસ્તાન, બેંગલુરુ, 2023 
100 – વિરાટ કોહલી વિ દક્ષિણ આફ્રિકા, કોલકાતા, 2023



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application