મફતમાં અનાજ માટેના રાજકોટના ૨૩૪૨૧ રેશનકાર્ડ બંધ કરી દેવાતા દેકારો

  • January 30, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયગાળા સુધી જો કોઈ વ્યકિત કે સંસ્થાનું બેંક એકાઉન્ટમાં કોઈ પ્રકારનું ટ્રાન્જેકશન ન થાય તો બેંક આવા એકાઉન્ટ બધં કરી દેતા હોય છે. બેંકની આ સિસ્ટમ મુજબ ગુજરાત સરકારના પુરવઠા વિભાગે છેલ્લા ત્રણ મહિનાથી ઉપયોગમાં ન લેવાયા હોય તેવા મફત અનાજ યોજના માટેના એનએફએસએના રાજકોટ શહેર જિલ્લાના ૨૩૪૨૧ સહિત સૌરાષ્ટ્ર્ર કચ્છના ૧,૩૧,૨૦૬ રેશનકાર્ડ બધં કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે.

પુરવઠા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં ૧૦૦૦૦ જેટલા અને જિલલામાં ૧૩,૦૦૦ થી વધુ રેશનકાર્ડ આ મુજબ કરી દેવાયા છે. ત્રણ મહિના સુધી શા માટે રેશનકાર્ડનો ઉપયોગ કરીને અનાજ લેવામાં નથી આવ્યું તેના વ્યાજબી કારણો અને આધાર પુરાવાઓ રજૂ કર્યા બાદ આવા કાર્ડ ફરી ચાલુ કરવા કે કેમ તે બાબતે નિર્ણય લેવામાં આવતો હોય છે. રાજકોટમાં જિલ્લા પુરવઠા તત્રં દ્રારા દર બુધવારે આ મુજબ સુનાવણી રાખવામાં આવતી હોય છે અને આવી જ વ્યવસ્થા સમગ્ર રાયમાં છે.
સૌરાષ્ટ્ર્રના અન્ય જિલ્લાઓમાં જે એનએફએસએના રેશનકાર્ડ બધં કરવામાં આવ્યા છે તેમાં અમરેલીમાં ૧૪૩૧૭ ભાવનગરમાં ૩૨૨૩૪ બોટાદમાં ૯૧૦ દ્રારકામાં ૮૪૮ ગીર સોમનાથ જિલ્લામાં ૧૦૨૨૫ જામનગર જિલ્લામાં ૧૫૮૨૬ જૂનાગઢ જિલ્લામાં ૨૦૧૧૨ મોરબી જિલ્લામાં ૬૯૧૯ પોરબંદર જિલ્લામાં ૧૮૮૭ સુરેન્દ્રનગર જિલ્લામાં ૪૫૦૯ અને કચ્છ જિલ્લામાં ૧૪,૫૮૭ રેશનકાર્ડ સાઇલેન્ટ ઝોનમાં મુકાઈ ગયા છે.
સમગ્ર રાયમાં કુલ ૨૨,૪૨,૭૮૯ રેશનકાર્ડ છે તે પૈકી સૌરાષ્ટ્ર્ર કચ્છમાં ૨,૮૦,૮૭૯ રેશનકાર્ડ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application