BREAKING NEWS

જામનગર: જી.જી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જીરાગઢની પરણિતા ગુમ

  • July 17, 2026 01:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જી.જી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ જીરાગઢની પરણિતા ગુમ

જોડીયાના જીરાગઢમાં રહેતી પરણિતાને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાંથી રજા આપ્યા બાદ ગુમ થઇ છે જે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી છે.

જોડીયા તાલુકાના જીરાગઢમાં ગામમાં રહેતા નુરીબેન નાસીરભાઇ સોઢા, ઉ.વ.૨૧નામની પરણિતાને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર બાદ રજા મળી જતા તેણી પોતાના ઘરે પરત આવેલ ન હોય, કોઇને કહ્યા વગર કયાંક ચાલ્યા ગયા હોય જેથી ગુમ થયા છે.
​​​​​​​
આ અંગે નાસીરભાઇ દ્વારા સીટી બી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી, યુવતિ ગુમ થઇ જતા ચિંતાની લાગણી જન્મી છે. પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application