જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં હુમલો, ક્રિકેટ રમતા પોલીસ ઈન્સ્પેક્ટરને આતંકવાદીઓએ મારી ગોળી

  • October 29, 2023 08:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરમાં આજે શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલામાં એક પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી વાગી હતી. પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી વાગ્યા બાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન આતંકી સંગઠન TRFએ હુમલાની જવાબદારી લીધી છે. હુમલા બાદ સુરક્ષા દળો અને પોલીસને એલર્ટ કરી દેવામાં આવી છે.


અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાની ઈદગાહ મેદાનમાં કેટલાક બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે કેટલાક આતંકવાદીઓ ત્યાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં તેમને  ગોળી વાગી હતી. આ પછી, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેની હાલત નાજુક છે.


કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું છે કે આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘટના બાદ તરત જ વિસ્તારને કોર્ડન કરીને આતંકીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટના સંદર્ભે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


ઘટનાના એક દિવસ પહેલા જ શનિવારે જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે અમને એ વાત પર ગર્વ છે કે છેલ્લા 5 વર્ષમાં ઓપરેશન દરમિયાન કોઈ કોલેટરલ નુકસાન થયું નથી. આ પાંચ વર્ષમાં પોલીસ કાર્યવાહીમાં એક પણ નાગરિક જાનહાનિ થઈ નથી. કોલેટરલ ડેમેજ એટલે સૈન્ય ઓપરેશન દરમિયાન થયેલ નાગરિક નુકસાન.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application