તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ 'કૈથી'ની હિંદી રિમેક 'ભોલા'નું બીજું ટીઝર સામે આવ્યું છે, જેને બંનેના ફેન્સ તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મના ટીઝરમાં અજય દેવગણ અત્યાર સુધીમાં સૌથી ખતરનાક સીન કરતો જોવા મળ્યો. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર શેર કરતાં એક્ટરે લખ્યું છે 'જબ એક ચટ્ટાન, સો શૈતાન સે ટકરાયેગા'. આ ફિલ્મ એક્શન અને ડ્રામાથી ભરપૂર હશે તેમ લાગી રહ્યું છે. 'ભોલા'માં અજય એક કેદીના રોલમાં જ્યારે તબ્બૂ પોલીસ અધિકારીના પાત્રમાં દેખાશે.
ફિલ્મ 'ભોલા'ના બીજા ટીઝરની શરૂઆત અજય દેવગણથી થાય છે. જેમાં તે ફુલ એક્શનમાં જોવા મળે છે. બાદમાં એન્ટ્રી થાય છે તબ્બૂની, જેને કેટલાક લોકો વાળ ખેંચીને ઢસેડી રહ્યા છે. આ સમયે તે કહે છે 'લોકો ઘણીવાર ભૂલી થાય છે કે આ વર્દીની પાછળ એક વ્યક્તિ પણ છે'. ફિલ્મની કહાણી ડ્રગ માફિયાને લઈને બની છે. તમિલ ફિલ્મ 'કૈથી'માં એક્ટર કાર્થી શિવકુમારે લીડ રોલ પ્લે કર્યો હતો.
'ભોલા'ના ટીઝર લોન્ચ વખતે અજય દેવગણે તેની અગાઉની ફિલ્મની જેમ આ ફિલ્મ પર હિટ જશે અને બોક્સઓફિસ પર સારું કલેક્શન કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે 'જ્યારે દ્રશ્યમ 2 હિટ ગઈ ત્યારે મેં કહ્યું હતું કે, બે-ત્રણ બોલિવુડ ફિલ્મો સારી કમાણી કરવી જોઈએ અને લોકોને થિયેટરમાં મૂવી જોવાની મજા આવવી જોઈએ. આપણે એક ઈન્ડસ્ટ્રીના લોકો છીએ અને જે રીતે પઠાણની ચર્ચા થઈ રહી છે તે માટે હું ખુશ છું'.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech