આ ગામમાં ક્યારેય નથી પડતો વરસાદ !

  • September 26, 2023 07:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં  વરસાદ બાદ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. અગાઉ વરસાદના અભાવે ભેજવાળી ગરમીથી લોકો પરેશાન થયા હતા. હવે વિચારો કે દુનિયામાં કોઈ એવું કોઈ ગામ કે શહેર છે જ્યાં વરસાદ જ નથી પડતો,  યમનમાં એક એવું ગામ છે જ્યાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામમાં વરસાદના અભાવે લોકો પરેશાન છે.



યમનના અલ-હુતૈબ નામના ગામમાં ક્યારેય વરસાદ પડતો નથી. આ ગામ યમનની રાજધાની સનામાં આવેલું છે. આ ગામ સનાના પશ્ચિમમાં મનખ ડિરેક્ટોરેટના હારાજ વિસ્તારમાં આવેલું છે. જે જમીનથી લગભગ 3200 મીટરની ઊંચાઈએ લાલ રેતીના પથ્થરની ટેકરીની ટોચ પર છે. આ ગામ નજીકના અન્ય સ્થળોથી ઘણું ઉપર છે. જેના કારણે અહીં હંમેશા દુષ્કાળની સ્થિતિ રહે છે. વાસ્તવમાં આ ગામ વાદળોની ઉપર આવેલું છે. તેથી જ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ ગામ પર એક ટીપું પણ પડતું નથી. તેથી આ ગામમાં હંમેશા દુષ્કાળની સ્થિતિ રહે છે.


વરસાદ ન પડતો હોવા છતાં પણ તે તેની સુંદરતા માટે પ્રવાસીઓને આકર્ષે છે. જેના કારણે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આ ગામની મુલાકાતે આવે છે. આ ગામના પહાડી વિસ્તારોમાં ખૂબ જ સુંદર મકાનો બનાવવામાં આવ્યા છે જે કોઈના મહેલ જેવા લાગે છે.  આ ગામનું હવામાન એવું છે કે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી અને રાત્રે હાડ થીજાવી દેતી ઠંડી.


આ ગામ જમીનથી 3200 મીટરની ઉંચાઈ પર આવેલું છે, જ્યારે પાણી અથવા વરસાદી વાદળો 2000 મીટરની ઊંચાઈ પર છે, એટલે કે આ ગામમાં વરસાદ પડતો નથી કારણ કે તે વરસાદી વાદળોથી ઉપર છે. જેના કારણે અહીંના લોકો વરસાદનો અહેસાસ પણ કરી શકતા નથી. પરંતુ તે પોતાના ગામને સ્વર્ગથી ઓછું માને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application