આદિત્ય L-1 માટે સૂર્યની નજીક જતા અવકાશીય માર્ગને સુધારવા ઈસરોએ હાથ ધર્યું મિશન 

  • October 10, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા અંતર માટે ‘ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર’ જરૂરી, નાના ફેરફારના કારણે પણ દેખાશે મોટી અસર 


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ 8 ઓક્ટોબરના રોજ જાહેરાત કરી હતી કે તેણે તેના અવકાશયાન આદિત્ય એલ-૧ માટે ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર (ટીસીએમ) હાથ ધર્યું છે, જેથી તે સૂર્ય અને પૃથ્વીના લેગ્રેંજિયન પોઈન્ટ ૧ પર તેના નિર્ધારિત પોઈન્ટ પર પહોંચે તેની ખાતરી કરી શકાય. આદિત્ય એલ-૧ અવકાશમાં ૧૧૦ દિવસની મુસાફરી કરવાનું છે, જે ૨૦૧૩-૧૪ના મંગળ મિશન પછી આ કોઈ ભારતીય અવકાશયાન માટે સૌથી લાંબી મુસાફરી છે.

ઇસરોના વૈજ્ઞાનિકોએ મુજબ ૧૭ દિવસ સુધી પૃથ્વીની પરિક્રમા કર્યા પછી ૧૯ સપ્ટેમ્બરે અવકાશયાન એલ-૧ પોઈન્ટ તરફ તેની મુસાફરી શરૂ કર્યા પછી તરત જ આદિત્ય એલ-૧ માટે ટીસીએમ જરૂરી હશે. ચંદ્રનું ૩૮૪,૪૦૦ કિ.મી.નું અંતર કાપવામાં લગભગ ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે અને પોઇન્ટ એલ ૧ માટે ૧.૫ મિલિયન કિમીનું અંતર છે એટલે કે આદિત્ય એલ-૧ને પહોચતા ચાર મહિના જેટલો સમય લાગશે.

લાંબા અંતર માટે મિશનને ભ્રમણકક્ષાના નિર્ધારણની ગણતરીઓનો ઉપયોગ કરીને માર્ગ સુધારણા માટે યોજનાઓ જરૂરી છે, જેથી અવકાશયાન તેના નિર્ધારિત પોઈન્ટ માટે માર્ગ પર રહે તેની ખાતરી કરી શકાય. ૫ નવેમ્બર, ૨૦૧૩ થી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ વચ્ચે ઈસરો દ્વારા હાથ ધરવામાં આવેલા માર્સ ઓર્બિટર મિશન માટે ૧૪ નવેમ્બર, ૨૦૧૩, ૧૧ જૂન, ૨૦૧૪ અને ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ ત્રણ ટીસીએમની જરૂર પડી હતી.


શું છે ટ્રેજેક્ટરી કરેક્શન મેન્યુવર ?

આદિત્ય એલ-૧ અવકાશયાનને એલ-૧ ની આસપાસની ભ્રમણકક્ષામાં ઇન્જેક્ટ કરવામાં આવશે. જેના માટે, અવકાશયાનને આયોજિત માર્ગ પર મુસાફરી કરવી પડશે. ૧૯ સપ્ટેમ્બરના રોજ ટ્રાન્સ લેગ્રેન્જિયન પોઈન્ટ ૧ ઇન્શર્ટેશન મેન્યુવર પછી, વૈજ્ઞાનિકોને સમજાયું છે કે ટ્રેજેક્ટરીની ભૂલો હોઈ શકે છે જેને સુધારવાની જરૂર છે.

ચંદ્રયાન ૧ અને મંગળ ઓર્બિટર મિશન સાથે સંકળાયેલા ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક એમ અન્નાદુરાઈએ જણાવ્યું હતું કે, “આ પ્રકારના ઇન્શર્ટેશન માટે મિશનમાં ઘણી જોગવાઈ છે, જેને ટ્રીમ મેન્યુવર કહેવામાં આવે છે. ચંદ્રયાન ૧ (૨૦૦૮) થી આ મિશન યોજનાઓનો એક ભાગ છે. ચંદ્ર જેવા નજીકના સ્થાનોના કિસ્સામાં, માર્ગ સુધારણા એક અઠવાડિયાના ગાળામાં અને લાંબા સમય માટે શક્ય તેટલી વહેલી તકે કરવી પડે છે.” 


ઈસરોના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, “આદિત્ય એલ-૧ લાંબી મુસાફરી કરી રહ્યું છે. જો શરૂઆતમાં નાનું વિચલન થાય છે, તો પણ એક મહિના અથવા ત્રણ મહિનામાં તેની અસરો દેખાઈ શકે છે. નાના સુધારાઓમાં અવકાશયાનના એન્જિનમાં ટૂંકા ગાળા માટે ફાયરિંગની જરૂર પડે છે, જેના પરિણામે બળતણની બચત થાય છે. પણ મોટા સુધારા માટે એન્જિનના લાંબા સમય સુધી ફાયરિંગની જરૂર છે.”


આદિત્ય એલ-૧ એ એલ-૧ બિંદુ નજીકના ક્યા ઓર્બીટર પર રહેવાની જરૂર ?

આદિત્ય એલ-૧ જ્યારે જાન્યુઆરી ૨૦૨૪ ના બીજા સપ્તાહની આસપાસ એલ-૧ પોઈન્ટ પર પહોંચશે, ત્યારે આદિત્ય એલ-૧ તેને એલ-૧ ની આસપાસ ભ્રમણ કરવા સક્ષમ બનાવવા માટે ઓપરેશન હાથ ધરશે, જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સંતુલિત ગુરુત્વાકર્ષણ સ્થાન હોય. ઈસરોએ જણાવ્યું હતું કે, અવકાશયાન પૃથ્વી અને સૂર્યને જોડતી રેખાને લગભગ લંબરૂપમાં અનિયમિત આકારની ઓર્બીટર એલ-૧ ની આસપાસ પરિભ્રમણ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application