જામનગર જિલ્લાના દરિયાઈ વિસ્તારોમાં એટીએસ અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું
હાલમાં વેસ્ટ એશિયમાં અમેરિકા-ઈરાન વચ્ચે ઉપસ્થિત થયેલ યુદ્ધની પરિસ્થિતિને ધ્યાન રાખતા દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા અતિ આવશ્યક હોય તેમજ જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંત બાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલ અને નોર્મલ બનેલ પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી.
જેથી રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ રાષ્ટ્ર વિરોધી, ગેરકાયદેસર, અસામાજીક, આતંકવાદી અને દેશદ્રોહી પ્રવુતિઓ રોકવાના હેતુથી દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવવા સારૂ જામનગર જીલ્લાના રોઝી બંદર, નવા બંદર, બેડી બંદર, ખારા બેરાજા, માધાપર ભૂંગા દરિયાઈ વિસ્તારના સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા સર તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ.મુનિયા સર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમાર સરના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પો.ઈ. ડી આર યાદવ તથા પો.સ.ઇ. જી.એમ.બોપલિયા તેમજ તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ ૧૭/૦૪/૨૦૨૬ના રોજ ફૂટ/બોટ પેટ્રોલિંગ દ્વારા "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ"નું આયોજન કરવામાં આવેલ હતું. આ "સઘન કોસ્ટલ પેટ્રોલિંગ" દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો, શંકાસ્પદ બોટ, ફિશ લેન્ડિંગ પોઇન્ટ/ ફિશિંગ સેન્ટર, વાઈટલ એરિયા, અવવારૂ જગ્યાઓની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી.