ઇન્ડોર સ્ટેડિયમ, જિમ, સ્વિમિંગ પુલ, એથ્લેટિક ટ્રેક અને ટેનિસ કોર્ટમાં ૨૩૮૧ નવા મેમ્બર્સનું રજિસ્ટ્રેશન

  • January 12, 2023 11:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રમત ગમતના વિવિધ સંકુલોમાં તા.૧–૧–૨૦૨૩થી નવી મેમ્બરશિપ આપવાનું શ કરવામાં આવ્યું હતું. દરમિયાન તેમાં આજ સુધીમાં કુલ ૨૩૮૧ નવા સભ્યો જોડાયા છે. હવે આ સંફલોના નાના–મોટા પ્રશ્નો ઉકેલવા, સુવિધાઓ વધારવા તેમજ સંચાલક સંસ્થાઓને ગ્રાન્ટમાં સમયોચિત વધારો આપવો જરી બન્યો છે.





વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે મહાપાલિકા હસ્તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્થેટીક એથ્લેટીક ટ્રેકમાં નવા ૯૯૬ સહિત કુલ ૨૧૯૭ સભ્યો, સિન્થેટીક ટેનીસ કોર્ટમાં નવા ૩૩ સહિત કુલ ૩૪ સભ્યો, બાસ્કેટ બોલ કોર્ટમાં નવા ૬૪ સહિત કુલ ૯૨ સભ્યો, રેસકોર્ષ સહિતના વિવિધ મ્યુનિસિપલ જીમમાં ૬૯૩ સભ્યો, સરદાર વલલ્ભભાઇ પટેલ સ્નાનાગાર કોઠારીયા રોડમાં નવા ૨૧૦ સહિત કુલ ૫૮૨ સભ્યો, મહર્ષિ દયાનદં સરસ્વતી સ્નાનાગાર કાલાવડ રોડમાં નવા ૨૮૩ સહિત કુલ ૮૮૯ સભ્યો, લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્ષમાં નવા ૧૫૯ સહિત કુલ ૯૫૩ સભ્યો, સ્વામી વિવેકાનદં સ્નાનાગાર પેડક રોડમાં નવા ૪૦ સહિત ૧૭૬ સભ્યો તથા જીજાબાઇ મહિલા સ્નાનાગાર–સાધુ વાસવાણી રોડમાં નવા ૧૪૨ સહિત કુલ ૨૨૬ સભ્યોનું રજિસ્ટ્રેશન થયું છે.
 તમામ પાંચ સ્નાનાગારો ખાતે શિખાઉ તથા જાણકાર સભ્યો માટે પ્રવેશ પ્રક્રિયા તા.૧–૧–૨૦૨૩ થી શ કરવામાં આવી હતી જેમાં ઉનાળા પૂર્વે મેમ્બરશિપ મેળવી લેવા ભારે ધસારો થયો હતો.




મહાપાલિકાના વિવિધ રમત ગમત સંકુલોમાં નવા ૨૩૮૧ મેમ્બર્સ સહિત કુલ એકિટવ મેમ્બર્સની સંખ્યા ૫૮૪૨એ પહોંચી છે. ઉપરોકત તમામ સંકુલોની મહાપાલિકાની વેબસાઇટ ઉપરથી મેમ્બરશિપ ઓનલાઇન મેળવી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application