ટી20 એશિયા કપ 2024માં ભારતીય મહિલા ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ટીમ સતત બે મેચ જીતીને સેમિફાઇનલ તરફ આગળ વધી છે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. હવે ભારતીય મહિલા ટીમે UAEની ટીમને 78 રનથી હરાવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમ માટે બોલર્સ અને બેટ્સમેન્સએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે UAEની ટીમને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં UAEની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. ભારતની જીતમાં હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે મહત્વની ભૂમિકા ભજવી છે.
પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યુએઈની ટીમની શરૂઆત સારી રહી ન હતી. યુએઈની ટીમ 36 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. પરંતુ આ પછી કવિશા અગોડગે અને કેપ્ટન ઈશા ઓજાએ શાનદાર ઇનિંગ્સ રમી અને થોડો સમય વિકેટ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો. ઈશા 38 રન બનાવીને તનુજા કંવરના બોલ પર આઉટ થઈ ગઈ હતી. કવિશા 40 રન બનાવ્યા બાદ અણનમ રહી, પરંતુ તે પોતાની ટીમને જીત તરફ દોરી ન શકી. આ સિવાય ટીમનો કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો નહોતો. આ કારણે UAEએ 20 ઓવરમાં માત્ર 123 રન બનાવ્યા હતા.
ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહ, તનુજા, પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવે એક-એક વિકેટ લીધી હતી. દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. બીજી તરફ ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે અડધી સદી ફટકારી હતી. હરમનપ્રીતે 66 રન અને રિચાએ 64 રન બનાવ્યા હતા. આ સિવાય ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ 37 રનનું યોગદાન આપ્યું હતું.
આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝ અને સ્મૃતિ મંધાના મોટી ઇનિંગ્સ રમી શકી ન હતી. ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. ભારતીય મહિલા ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત 200 પ્લસ રન બનાવ્યા છે. રિચા ઘોષને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech