જામનગરમાં રોડનું અધુરું કામ....બાળકો આંગણવાડી જતા ડરે છે....ક્યારે પૂર્ણ થશે રોડનું અધુરું કામ...

  • February 04, 2023 08:35 PM 

જામનગરમાં રોડનું અધુરું કામ....બાળકો આંગણવાડી જતા ડરે છે....ક્યારે પૂર્ણ થશે રોડનું અધુરું કામ...


જામનગર ઘાસીના કબ્રસ્તાન પાસે છેલ્લા અઢી મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં હોવાથી સ્થાનિકો પરેશાન બન્યા છે....

ખાસ કરીને જામનગર શહેરમાં અબ્દુલ કલામ આવાસ પાસેથી ઘાસી કબ્રસ્તાન સુધીના રોડનું કામ છેલ્લા બે મહિનાથી બંધ હાલતમાં છે...રોડ રસ્તાનું કામ બધ કરવામાં આવતા સ્થાનિકો પરેશાન બન્યા છે...અહીં અકસ્માતમાં થવાની પણ શકયતા છે..તો નાના બાળકો ઘરની બહાર નીકળી શકતા નથી..તો બિસમાર રોડ પર જ્યાં ત્યાં ગંદકીના ગજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે....

છેલ્લા અઢી મહિનાથી અહીં ગોકળગાયે રોડનું કામ ચાલી રહ્યું છે...શુ રોડના કામમાં ભ્રષ્ટાચારનું બુ આવી રહી છે કે કોન્ટ્રાક્ટરો મલાઈ ખાવા માટે રોડનું કામ અટકાવીને બેઠા છે તેવા સવાલો લોકો કરી રહયા છે...

જો કે વોર્ડ નંબર 12માં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે સ્થાનિકોએ મનપા કમિશનરને પણ રોડ રસ્તાનું કામ બંધ હોવાથી રજુઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી....

ઘાસીના કબ્રસ્તાન પાસે આવેલ આગણવાડીએ રોડનું કામ અઘરું હોવાથી જઇ શકતા નથી...તો વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી સ્થાનિકો કોને રજુઆત કરે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application