ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતને આઠ મણ ડુંગળીના માત્ર ૧૦ રૂપિયા જ મળ્યા ..!!

  • March 02, 2023 05:54 PM 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ માત્ર ૧૦ રૂપિયા જ મણ દીઠ મળતા ખેડૂતોને માથે હાથ દઈને જોવાનો વારો આવ્યો છે આજના સમયમાં એક ચા પણ દસ રૂપિયામાં મળતી નથી ત્યારે મહેનત કરીને તૈયાર કરેલા ડુંગળીના પાક માટે ખૂબ જ ઓછા રૂપિયા મળતા ખેડૂતોમાં ચિંતા ની લાગણી જોવા મળી છે.


કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે ૧૬૬ કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના તેમને ૩૧ રૂપિયા લેખે ખેડૂતને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક ૨૫૭ રૂપિયા થઈ હતી પરંતુ ડુંગળી યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરે ના રૂપિયા ૨૪૭ થતા ખેડૂત ના હાથ માં માત્ર ૧૦ રૂપિયાજ આવતા જગત ના તાત જાય તો જાય કહા જેવી સ્થિતિ થવા પામી હતી

૧૦ રૂપિયાનું બીલ સોશિયલ મીડિયામાં વાયરલ
બજરંગપુરા ગામના ખેડૂતે ૧૬૬ કિલો ડુંગળી ગોંડલ ની સાવલિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ને વેચી હતી ડુંગળીની કુલ આવક ૨૫૭ રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરે ના રૂપિયા ૨૪૭ થતા ખેડૂત ના હાથ માં માત્ર ૧૦ રૂપિયાજ મળ્યા હતા હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.

ખર્ચ કાઢતા ખેડૂતને ૮ મણના માત્ર ૧૦ રૂપિયા ઉપજ્યાં
૨૫ ફેબ. ના રોજ એક ખેડૂત પોતાનો ૧૬૬ કિલો ડુંગરી નો માલ ગોંડલ માર્કેટ યાર્ડ માં વેચવા માટે આવ્યો હતો જેમાં મણ ના ૩૧ રૂપિયા લેખે ૨૫૭ ની અવાક થઈ હતી જેની સામે ખેડૂત ને ૨૪૭ જાવક થતા ખેડૂતને ડુંગળીના ૧૦ રૂપિયા જ મળ્યા હોવાનું સામે આવ્યું છે.

આ વર્ષે ડુંગળીનો મબલખ પાક...
વિવિધ જણસી ઓનું પીઠું ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ માં છેલ્લા ઘણા દિવસો થી લસણ - ડુંગરી - ઘઉં - કપાસ - જીરું - ધાણા જેવી વિવિધ પાકો નો મબલખ ઉત્પાનદન થતા યાર્ડ માં ભરાવો જોવા મળે છે જેમાં ડુંગરી ની આવક વિપુલ પ્રમાણ માં જોવા મળે છે હાલ તો ખેડૂતો ને ડુંગરી ના પોષણ ક્ષમ ભાવ મળી રહ્યા નથી અને ખેડૂતો ને પૂરતા ભાવ ના મળતા રોવા નો વારો આવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application