મુંબઈ ઈન્ડિયન્સ માટે ફટકો, હાર્દિક પંડ્યા IPL 2024માંથી થઈ શકે છે બહાર

  • December 23, 2023 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની નવી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ નવા કેપ્ટન સાથે રમવા જઈ રહી છે. ત્યારે IPL 2024માં કેપ્ટનશિપની જવાબદારી હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી હોવાથી  ઘણી બાજુથી તેની ટીકા થઈ અને ઘણી બાજુથી પ્રશંસા થઈ. હવે સમાચાર આવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા IPL 2024માંથી બહાર થઈ શકે છે. આટલું મોટું ફેરબદલ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે આ એક મોટો ફટકો બની રહે તેમા શંકાને સ્થાન નથી.

બીસીસીઆઈના એક સૂત્રોએ જણાવ્યું હતું કે, “હાર્દિકની ક્રિકેટમાં વાપસી અંગે કોઈ અપડેટ નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ તેની ઉપલબ્ધતા પર મોટો પ્રશ્નાર્થચિન્હ છે.” મુંબઈ ઈન્ડિયન્સે તાજેતરમાં IPL 2024 સીઝન માટે હાર્દિક પંડ્યાને તેમના કેપ્ટન તરીકે જાહેર કર્યો છે. આ રીતે રોહિત શર્માના 10 વર્ષ લાંબા કાર્યકાળનો પણ અંત આવ્યો. જેણે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 ટાઈટલ જીત્યા છે.

હાર્દિકે ગુજરાતને ટાઈટલ જીતાડ્યું હતું

હાર્દિક પંડ્યાએ ગત વર્ષે 2022માં ગુજરાત ટાઇટન્સને તેની ડેબ્યૂ સિઝનમાં ટાઇટલ અપાવ્યું હતું. એટલું જ નહીં, હાર્દિકની કપ્તાનીમાં વર્ષ 2023માં ગુજરાતની ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. પરંતુ ત્યાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકે માત્ર 2 સીઝનમાં જ બતાવી દીધું હતું કે તે ભવિષ્યમાં IPLમાં સફળ થવા માટે લાયકાત ધરાવે છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application