ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
કમોસમી વરસાદ બાદ રાજ્યમાં એકાએક ગરમીનો પારો ઉંચકાવા પામ્યો છે. જેમાં રાજ્યમાં આજે ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પાર પહોંચ્યો હતો. ભૂજ અને રાજકોટમાં 44 ડિગ્રીએ ગરમી પહોંચી હતી. ડીસા અને ગાંધીનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ હતી. રાજકોટનાં ઈતિહાસમાં પહેલી વખત 44 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી નોંધાવવા પામ્યો હતો. આ સાથે જ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા મનપા દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગરમીના કારણે લોકોને ઘરની બહાર કામ સિવાય ન નીકળવા જણાવામાં આવ્યું છે. જેમાં 11 થી 5 સુધી બપોરના સમયે કામ વગર બહાર ન જવું તેમજ લિકવિડ પીવાનો આગ્રહ રાખવો જેથી શરીર માં પાણી ઓછું ન થાય સાથે ગર્ભવતી મહિલાઓએ બહાર ન નીકળવું સાથે ઉલટી થાય કે માથું દુખે તો નજીકની હોસ્પિટલમાં જઈ ને સારવાર લેવી તેવા સૂચનો પણ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાંથી યુએસમાં આઈફોન બનાવવાની કિંમત 1000 ડોલરથી વધીને 3,000 ડોલર થઈ શકે
May 16, 2025 03:47 PMતેલંગાણા મંદિરમાં મિસ વર્લ્ડ સ્પર્ધકોના પગ ધોતી મહિલાઓનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ
May 16, 2025 03:36 PMછત્તીસગઢમાં દેશના પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રકનું લોન્ચિંગ
May 16, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech