મોરબીના શકત શનાળા – રવાપર વચ્ચે આવેલા સનાતન ગ્રામ નામના એપાર્ટમેન્ટને મહાપાલિકા દ્રારા સિલ મારી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતને સતા ન હોવા છતાં તેની પાસેથી મંજૂરી લઈને અહીં ૮ બ્લોકમાં ૬૪ લેટનું નિર્માણ કરાયું હતું. જેથી મહાપાલિકાની ટીપી શાખાએ પ્રોપર્ટી સીલ કરી હતી.
સીલ મારીને નોટિસ પણ લગાવી દેવામાં આવી છે જેમાં જણાવાયુ છે કે મોરબી મહાનગરપાલિકા હદમાં શકતશનાળા ગામના રે. સર્વે નં.૧૮૪ પૈકી ૨ પૈકી ૧માં મહેશભાઈ ભોરણીયા તથા અન્યો મૂળ જમીન માલીક દ્રારા રજા ચિઠ્ઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે. આ મિલ્કતને સિલ કરવામાં આવી છે. સિલ તોડવું કે સિલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે. ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે શકત શનાળા ગામ નજીક ગ્રાઉન્ડ ૮ માળનું બિલ્ડીંગ જે મહાપાલિકામાં નવા ઉમેરાયેલ વિસ્તારમાં આવે છે.
આ બિલ્ડીંગ માટે ગ્રામ પંચાયત તરફથી મંજૂરી મળી હતી. પણ ગ્રામ પંચાયતને ગ્રાઉન્ડ ૪ માળ સુધીની જ બિલ્ડીંગને મંજૂરી આપવાની સતા હોય છે. અમે બાંધકામ રોકાવા માટે અગાઉ નોટિસ આપી હતી. નોટીસનો અનાદર કરીને તેઓને બાંધકામ ચાલુ રાખ્યું હતું. જેથી આ બિલ્ડીંગ સિલ કરવામાં આવી છે. હવે તેઓએ યોગ્ય પુરાવા મહાપાલિકા સમક્ષ રજુ કરવા પડશે. બાદમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech