IAFની જાપાન સાથેની સંયુક્ત વાયુ સંરક્ષણ કવાયત ‘વીર ગાર્ડિયન 2023’ સંપન્ન થઇ

  • January 28, 2023 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય વાયુસેના (IAF) અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JASDF) વચ્ચે જાપાનમાં યોજાયેલી દ્વિપક્ષીય વાયુ સંરક્ષણ કવાયત 'વીર ગાર્ડિયન 2023'નું પ્રારંભિક સંસ્કરણ 26 જાન્યુઆરી 2023ના રોજ સંપન્ન થયું છે.

 
 ​JASDF એ પોતાના F-2 અને F-15 એરક્રાફ્ટ સાથે આ કવાયતમાં ભાગ લીધો હતો, જ્યારે IAFની ટૂકડીએ Su-30 MKI એરક્રાફ્ટ સાથે તેમાં ભાગ લીધો હતો. IAFની ફાઇટર ટૂકડીમાં પૂરક તરીકે એક IL-78 ફ્લાઇટ રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર વ્યૂહાત્મક એરલિફ્ટ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને સમાવવામાં આવ્યા હતા.

 
16 દિવસની સંયુક્ત તાલીમ દરમિયાન, બંને દેશોની વાયુસેનાઓ બહુવિધ સિમ્યુલેટેડ પરિચાલન સ્થિતિઓમાં જટિલ અને વ્યાપક હવાઇ દાવપેચમાં ભાગ લીધો હતો. આ કવાયતમાં બંને વાયુસેના દ્વારા સચોટ આયોજન અને કૌશલ્યપૂર્ણ અમલીકરણના અભિગમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. IAF અને JASDF વિઝ્યુઅલ અને વિઝ્યુઅલથી આગળના રેન્જ સેટિંગ્સમાં હવાઇ લડાઇ દાવપેચ, ઇન્ટરસેપ્શન અને વાયુ સંરક્ષણ મિશનમાં જોડાયેલા છે. ભાગ લેનારી બંને વાયુસેનાના એર-ક્રૂ પણ એકબીજાના ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરવામાં જોડાયા હતા જેથી તેઓ એકબીજાની પરિચાલન દાર્શનિકતાની ઊંડી સમજણ મેળવી શકે.

 
'વીર ગાર્ડિયન 2023' નામની આ કવાયતે બંને દેશોની વાયુસેનાઓમાં પારસ્પરિક સમજણ વધારવાની તક પૂરી પાડી હતી. આ કવાયતમાં IAF અને JASDFના જવાનો વચ્ચે સંખ્યાબંધ પાયાના સ્તરના સંવાદો પણ જોવા મળ્યા હતા જેમાં બંને પક્ષો દ્વારા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આનાથી કવાયતમાં ભાગ લેનારી ટૂકડીઓ એકબીજાની શ્રેષ્ઠ પ્રથાઓ વિશે અમૂલ્ય સમજણ મેળવવા અને એકબીજાની અનન્ય ક્ષમતાઓમાંથી શીખવા માટે સમર્થ બની હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application