દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ
દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દરેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવેલ છે.
જેમાં ''મેલેરીયા મુકત ગુજરાત'' અન્વયે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા વાહકજન્ય રોગોના નિયંત્રણમાં લેવા માટે આશરે ૩૦૦ આરોગ્ય કર્મચારીઓ, ૫૦૦ આશા બહેનો તેમજ અન્ય પેરામેડીકલ સ્ટાફ દ્વારા તા.૦૪/૦૬/૨૦૨૬ સુધી રોગોના સર્વેલન્સ અને મચ્છર ઉત્પતિ સ્થાનો નાશ કરવા તેમજ પોરાનાશક કામગીરી અને વધુમાં જરૂર જણાયેથી ફોગીંગ અને નાના મોટા તળાવ, ટાંકાઓમાં પોરાભક્ષાક માછલી મુકી અને મચ્છરોના ઉત્પતિ સ્થાનો નાશ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે. વાહકજન્ય રોગ અટકાયતી સર્વેલન્સ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને યોગ્ય સાથ અને સહકાર આપવા જિલ્લા દેવભૂમિ દ્વારકાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જનસમુદાયને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application