હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, હવે આ રાજ્યમાં કૂતરાનું માંસ વહેચવા પર અપાઈ છૂટ

  • June 07, 2023 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

3 વર્ષ પહેલા કુતરાનું માંસ વેચવા પર નાગાલેંડ સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો.જેમાં કુતરાનું માંસ ખરીદવા,વહેચવા પર શકતપણે પ્રતિબંધ લગાવામાં આવ્યો હતો.આ નિર્ણયને ગુહાટી હાઇકોર્ટે ફગાવી દીધો છે.હાઇકોર્ટના ચુકાદા બાદ કુતરાનું માંસ વેચવા પર છૂટ આવી ગઈ છે.


નાગાલેન્ડ સરકારે ત્રણ વર્ષ પહેલા રાજ્યમાં કૂતરાના માંસના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે હવે ગૌહાટી હાઈકોર્ટે મોટો ચુકાદો આપીને તેને રદ્દ કરી દીધો છે. વર્ષ 2020 માં નાગાલેન્ડ સરકારે કૂતરાઓની વ્યાવસાયિક આયાત, ખરીદી અને વેચાણ અને કૂતરાના માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, રેસ્ટોરાંમાં તેને સર્વ કરવા પર પ્રતિબંધ હતો.


ગુહાટી હાઈકોર્ટની કોહિમા બેંચના જસ્ટિસ મેર્લી વાંકુંગની બેંચે નાગાલેન્ડ સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોઈપણ કાયદાકીય સમર્થન વિના તે કૂતરાનાં માંસ પર પ્રતિબંધ મૂકી શકે નહીં. 4 જુલાઈ, 2020 ના રોજ નાગાલેન્ડ કેબિનેટની બેઠક પછી એક સૂચના દ્વારા કૂતરા અને તેમના માંસના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


આ મામલે હવે બેન્ચે કહ્યું કે, “નાગાલેન્ડ સરકારે વિધાનસભા દ્વારા કોઈ કાયદો પસાર કર્યા વિના કૂતરાના માંસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના દ્વારા લાવવામાં આવેલ કેબિનેટ નોટિફિકેશનની કોઈ કાનૂની માન્યતા નથી. તેથી તે રદ કરવામાં આવે છે.” હાઈકોર્ટ દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ નોટિફિકેશન લાવવાની વાત કરી રહી છે. આ કાયદામાં ક્યાંય એવું લખ્યું નથી કે સરકારને આ રીતે નોટિફિકેશન દ્વારા કૂતરાના માંસ પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application