જામનગર એરફોર્સનું દિલધડક રેસ્ક્યૂ : જૂનાગઢમાં ધોધમાર વરસાદના પરિણામે પૂરમાં ફસાયેલા બે ખેતમજૂરોને એરલીફ્ટ કરાયા

  • July 02, 2023 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પરિણામે અનેક નદીઓ અને તળાવો છલકાયાં છે. ગત રોજ જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક સુતરેજ ગામે ભારે વરસાદના પરિણામે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. તે દરમિયાન એક ખેતરમાં પાણી ઘૂસી જતાં ખેતમજૂરી કરતાં બે લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતા. સ્થિતિ વધુ વણસી જતા  જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર તંત્રનો સંપર્ક કરી મદદ માંગતા એરફોર્સના જવાનોએ તાત્કાલિક પહોંચીને બંને યુવકોને એરલીફ્ટ કર્યા હતા. 

પાણીના પ્રવાહમાં ફસાયેલા સામળા સાંગાભાઈએ જણાવ્યું હતું કે, તા.30 જૂનના રોજ રાત્રિ દરમિયાન તેઓ ખેતરે હતા તે દરમિયાન વરસાદના પરિણામે પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા.અને સવારે તેઓએ ખેતરમાંથી બહાર નીકળવાની કોશિસ કરી ત્યારે તેઓ પાણીમાં તણાયા બાદમાં થાંભલો વચ્ચે આવતા પકડી લીધો અને ગામના સરપંચશ્રીને મદદ માટે ફોન કર્યો. બાદમાં એનડીઆરએફની ટીમ દ્વારા બહાર લાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ બોટ પહોંચી નહિ.માટે જામનગર એરફોર્સથી હેકોપ્ટર આવ્યું અને અમને એરલીફ્ટ કરી જામનગર કલેકટર ઓફિસ સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે. અહી અમને ભોજન કરાવ્યું છે. વાહનની વ્યવસ્થા કરી આપી છે. અને અમને સલામત રીતે અમારા ઘર સુધી પહોંચડવામાં આવશે. માત્ર એક કલાકની અંદર મદદ મળતા અમારો જીવ બચી ગયો છે.તે બદલ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર,સરપંચ,આગેવાનો તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂ છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application