ટીપીના પ્લોટ્સ શું કામના છે ? અડધા કરોડના ખર્ચે ભાડાના મકાનોમાં આરોગ્ય કેન્દ્રો ખુલશે

  • July 26, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહત્તમ રૂ.૩૦ હજાર સુધીના ભાડેથી ૧૬ મકાનો મેળવાશે



રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૬ નવા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. આ માટે મકાનો ભાડે મેળવવા કાર્યવાહી શરૂ કરાઇ છે.



અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં ફાઇનલ થઈ ગઈ હોય તેવી અનેક ટીપી સ્કીમોમાં પબ્લિક પર્પઝના અનેક પ્લોટ્સ ઉપલબ્ધ હોય છે તેમ છતાં તે પ્લોટસમાં સ્વખર્ચે બિલ્ડીંગ બનાવી આરોગ્ય કેન્દ્રની કાયમી સુવિધા શહેરીજનોને આપવાને બદલે વિવિધ વિસ્તારોમાં ભાડેથી મકાનો મેળવીને આરોગ્ય કેન્દ્રો શરૂ કરવા કાર્યવાહી શરૂ કરાઇ છે તેમાં પણ મહત્તમ રૂ.૩૦ હજાર સુધીનું ભાડું ચુકવવામાં આવનાર હોય તે મુજબની ગણતરીએ કુલ ૧૬ આરોગ્ય કેન્દ્રોનું કુલ વાર્ષિક ભાડું રૂપિયા ૫૭.૬૦ લાખ જેટલું થવાનો અંદાજ છે.


કયા વોર્ડના કયા વિસ્તારોમાં શરૂ થશે ?

૧૫- ક્રિષ્ના પાર્ક-૨, થોરાળા

૪- જયપ્રકાશનગર, મેલડી માતા મંદિર પાસે

૫-ખોડિયાર પાર્ક, નવાગામ સોસાયટી મેઇન રોડ

૧૮- ડી માર્ટ નજીક, શ્રદ્ધા પાર્ક

૧૮-સીતારામ સોસાયટી-૬, કોઠારીયા સોલ્વન્ટ

૧૫- ભગવતી સોસાયટી

૧૪- કેવડાવાડી

૩- રેલનગર

૧૩-નવલનગર

૧૮-લાલ બહાદુર સોસાયટી, ૮૦ ફૂટ રોડ

૯-સાધુ વાસવાણી માર્ગ

૧૨- વાવડી મેઇન રોડ

૮- લક્ષ્મીનગર મેઇન રોડ

૧૧-સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે

૧- રૈયા ગામતળ

૩- માધાપર તાલુકા શાળા પાસે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application