સ્માર્ટ ફોન મેળવવાથી માંડી સરકારની ખેડૂત લગતી જુદી જુદી યોજનાઓ માટે પોર્ટલ દ્રારા અરજીઓ કરવાની હોય છે મર્યાદિત સમય માટે પોર્ટલ ખુલતું હોવાથી જેવુ તે ખુલે તે સાથે જ ભારે ઘસારાને કારણે બધં થઈ જતું હોવાથી સરકારે આ વખતે તેની આ સિસ્ટમમાં ફેરફાર કર્યેા છે અને રાયના અલગ અલગ જિલ્લા માટે અલગ અલગ સાત દિવસ માટે પોર્ટલ ખુલ્લું રહેશે તેવી સત્તાવાર જાહેરાત કરી છે.
સરકારની આ જાહેરાત મુજબ રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્રારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા માટે તા. ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલ્લું રહેશે.
અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર સુધી પોર્ટલ પર અરજી કરી શકાશે.
મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભચ અને નર્મદાના ખેડૂતો માટે તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો માટે રાય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ–ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪–૨૫માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી–ગાંધીનગર દ્રારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ–ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.
ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પપં સેટસ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ–ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છુ–૨ ડેમના દરવાજા ખોલાતા પાણી મીઠાના એકમો સુધી પહોંચ્યા: ભારે નુકસાન
April 04, 2025 11:20 AMઉપલેટાના પડવલા, મેરવદર અને ખીરસરામાં તંત્રનું બુલડોઝર ફર્યું
April 04, 2025 11:18 AMદેશમાં રોજગારની તકો સતત ઘટી રહી છે: સીએમઆઈઈ રિપોર્ટ
April 04, 2025 11:14 AMહડીયાણા ગામમાં યુવાન પર પાઇપથી પ્રહાર
April 04, 2025 11:14 AMસલાયા બેંક ઓફ બરોડાના કેશિયર દ્વારા વેપારીઓ સાથે ઓરમાયું વર્તન
April 04, 2025 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech