પોતાના માથાને પિંજરામાં કેદ કરી પત્નીને આપી દીધી ચાવી !

  • May 02, 2023 11:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ એક ફોટો ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેના મુજબ ધૂમ્રપાનની આદત છોડવા માટે એક વ્યક્તિ દ્વારા પોતાનું માથુ પિંજરામાં બંધ કર્યું હોય તેવી તસ્વીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. પણ આ સમાચાર વિશે કેટલીય અફવાઓની વચ્ચે હવે સચ્ચાઈ સામે આવી છે કે, આ રશિયાની નહીં, પણ તુર્કીની તસ્વીર છે અને આ શખ્સે પોતાની મરજીથી નહીં પણ પત્નીના કહેવા પર માથાને પિંજરામાં બંધ કરી દીધું છે. શખ્સની ઓળખાણ તુર્કીના ઈબ્રાહિમ યૂકેલ તરીકે થઈ છે. શખ્સે સ્મોકિંગ છોડવા માટે ખુદનું માથું પિંજરામાં બંધ કરી દીધું છે.

જો કે, અગાઉ લખાયેલા સમાચારોમાં એ પુષ્ટિ નથી કરી કે આ શખ્સે તેની સિગારેટ પીવાની આદતને છોડવા માટે આવું કર્યું છે કે નહીં. રિપોર્ટ અનુસાર, ઈબ્રાહિમે બે દાયકાથી વધુ સમય સુધી એક દિવસમાં બે પેકેટ સિગારેટ પીવાની લતથી છુટકારો મેળવવા માટે આ પિંજરાની ડિઝાઈન બનાવી હતી. એવું માનવામાં આવતું હતું કે, બાઈકર્સ દ્વારા પહેરવામાં આવતા મોટરસાયકલ હેલમેટમાંથી તેની પ્રેરણા લઈને બનાવ્યું છે. પિંજરાવાળું હેલમેટ બનાવવા માટે તેણે 130 ફુટ તાંબાના વાયરનો ઉપયોગ કર્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, શખ્સે પોતાના લંગ કેન્સરના મોતના ડરથી સિગરેટ છોડવાનું નક્કી કર્યું. તેણે પોતાના પિંજરાની ચાવી પરિવારને આપી દીધી છે. આ તસ્વીર જોયા બાદ કેટલાય યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application