દેશમાં સૌથી વધુ CNG સ્ટેશન સાથે ગુજરાત અવ્વલ, PNG અને ઔદ્યોગિક કનેક્શનની સંખ્યામાં પણ રાજ્ય ટોપ પર

  • November 07, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા જારી કરાયા આંકડા



રાજ્ય પર્યાવરણલક્ષી નીતિઓ દ્વારા આર્થિક વિકાસ કરી રહ્યું છે. પરિણામે ગુજરાત પ્રદુષણ મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે સીએનજી સ્ટેશનોની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, જુલાઈ-૨૦૨૩ સુધીમાં ગુજરાતમાં ૧૦૦૨ સીએનજી સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ફેલાયેલું છે.


સીએનજી સ્ટેશનોની સંખ્યામાં ઉત્તર પ્રદેશ (૮૧૯), મહારાષ્ટ્ર (૭૭૬), રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ - ૪૮૦) અને હરિયાણા (૩૪૯) છે. જુલાઈ-૨૦૨૩ સુધીમાં, ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ ૫૮૯૯ સીએનજી સ્ટેશનો છે, જેમાંથી લગભગ ૧૭ ટકા ગુજરાતમાં છે. આ તમામ આંકડા પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા અપડેટ કરવામાં આવ્યા છે.





અપડેટ કરાયેલા ડેટા અનુસાર, ભારતમાં જુલાઈ-૨૦૨૩ સુધીમાં કુલ ૧,૧૪,૪૬,૬૪૬ ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (પીએનજી) કનેક્શન છે, જેમાંથી ગુજરાતનો હિસ્સો ૩૦,78,૧૬૨ છે. આ ઉપરાંત રાજ્યમાં ૨૨,૭૨૨ કોમર્શિયલ અને ૫૭૩૩ ઔદ્યોગિક કનેક્શન છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application