UAEમાં PM મોદીનું ગ્રાન્ડ વેલકમ, બુર્જ ખલીફા પર ત્રિરંગો અને વડાપ્રધાનની તસ્વીર સાથે જાજરમાન સ્વાગત, જુઓ વિડીયો

  • July 15, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે'

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એક દિવસીય મુલાકાતે અબુ ધાબી પહોંચ્યા છે. આ દરમિયાન તેઓ આરબ દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળશે અને બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચેના મજબુત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. ફ્રાન્સની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને મોદી અબુ ધાબી પહોંચી ગયા છે. તેમણે બેસ્ટિલ ડે પરેડમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી હતી. દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફાને પીએમ મોદીના સ્વાગત માટે તૈયાર કરવામાં આવી હતી, જેના પર લખ્યું હતું, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે'.


બુર્જ ખલીફા પર ભારતીય ધ્વજ

આ પ્રકારના સંદેશાઓ, સ્વાગત અથવા શુભેચ્છાઓ બુર્જ ખલીફા પર ફક્ત ખાસ પ્રસંગોએ અને ખાસ લોકો માટે જ પ્રસારિત કરવામાં આવે છે. PM મોદીનું શનિવારે બુર્જ ખલીફાથી UAEમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા ઈમારત પર ભારતીય ધ્વજ, પછી પીએમ મોદીની તસવીર અને પછી વેલકમ નોટ પ્રેઝેન્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાતચીત કરશે.


વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, "બંને દેશો વેપાર, રોકાણ, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ફિનટેક, સંરક્ષણ, સુરક્ષા અને મજબૂત લોકો-થી-લોકો સંબંધો જેવા વિશાળ ક્ષેત્રોમાં સક્રિય છે." સંયુક્ત આરબ અમીરાતની તેમની મુલાકાત દરમિયાન, તેઓ ઊર્જા, ખાદ્ય સુરક્ષા અને સંરક્ષણ જેવા મુદ્દાઓ પર વાતચીત કરે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application