૨૦૨૩માં નવી જંત્રી લાગૂ કરવાની દિશામાં સરકાર તૈયારીમા

  • February 02, 2023 07:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બે સાહ દરમિયાન સ્ટેક હોલ્ડરની બેઠક બોલાવવા તમામ કલેકટરને તાકીદ: સરકારે આ વિશે વિસ્તૃત અહેવાલ મગાવ્યો હતો



૩૧ માર્ચ ૨૦૧૧ થી અમલમાં આવેલી જંત્રીના દરોમાં વધારો કરવાની સૈદ્ધાંતિક નિર્ણય લેવાય ચૂકયો છે તેના પાલનની દિશામાં ગત તારીખ ૧૯ જાન્યુઆરીએ રાયના તમામ કલેકટરોને જંત્રીનું રિવિઝન કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ જાન્યુઆરી વિતી જવા છતા જંત્રી સર્વેની કામગીરી શ થઈ નથી. કલેકટરોને આગામી બે સાહમાં સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરવા આદેશ કરવામાં આવ્યા છે.
૧૨ વર્ષ પહેલાની એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ જંત્રીનું રિવિઝન કરવા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને આદેશ કર્યા હતા. જેમાં સ્પષ્ટ્રપણે જાન્યુઆરી– ૨૦૨૩માં જંત્રીના સરવેની કામગીરી હાથ ધરવા કહેવાયુ હતુ. આ પ્રક્રિયાના આરંભે સર્વ પ્રથમ જે તે જિલ્લામાં બિલ્ડર્સ સહિતના જમીન વિકાસકારો, ખેડૂતો, જમીન અને મિલકત માલિકો, દસ્તાવેજ અને તેની નોંધણી તેમજ મિલકત મૂલ્યાકનં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમના સુચનો, રજૂઆતો એકત્ર કરીને વિસ્તૃત અહેવાલ મોકલવા સુચના અપાઈ હતી.


રાયમાં જમીન અને જમીન સંલ મિલકતોમાં સરકારી રાહે તળિયાની કિંમત ફેરવતા જંત્રીના દરોમાં ૧૨ વર્ષમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી આગામી નાણાકીય વર્ષ દરમિયાન તેમાં વધારો નિશ્ચિત છે.



આ માટેના સર્વે પૂર્વે સ્ટેક હોલ્ડર ના અભિપ્રાયો અનિવાર્ય હોવાથી કલેકટરોને તાકીદ કરવામાં આવી હતી કે આ લોકો સ્ટેક હોલ્ડરોને બેઠક બોલાવીને ભૌગોલિક સ્તરે વેલ્યુ ઝોન મુજબ ભાવ તેમજ નોંધાયેલા દસ્તાવેજો સહિત તમામ પાસાઓને આવરી લઈને સર્વેની કામગીરી શ કરી શકાય.



વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાયના નાણા વિભાગ દ્રારા જંત્રી વધારવાને લઈને મહેસુલ વિભાગ પર દબાણની સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.



રાયની મહેસુલી આવકમાં જંત્રી ના આધારે આકરવામા આવતી સ્ટેમ્પ ડયુટીની આવકનો હિસ્સો ખૂબ ઐંચો ગણવામાં આવી રહ્યો છે.
 બીજી વાત એ પણ છે કે, જમીનનો બજારભાવ એ ઐંચો હોય છે અને જંત્રી ભાવ નીચો રહેવાના પરિણામે રાય સરકાર દ્રારા મહત્વના પ્રોજેકટોમાં જમીન સંપાદનને લઈ અનેક પ્રશ્નો સામે આવે છે. જેના પરિણામે વિકાસલક્ષી પ્રોજેકટ ખોરંભે ચડે છે. આ તમામ મુદ્દાઓનું સમાધાન માટે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આગામી દિવસો દરમિયાન જંત્રીમા સુધારો કરવા તરફ આગેકૂચ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application