ગૂગલે ૨૯મી જાન્યુઆરીએ લીપ ડેના અવસર પર આજે એક નવું ડૂડલ લોન્ચ કર્યું છે. ગૂગલ વર્ષ ૨૦૨૪માં ૨૯મી ફેબ્રુઆરીના લીપ ડેને ખાસ રીતે ઉજવી રહ્યું છે. ગૂગલના ડૂડલમાં બતાવવામાં આવ્યું છે કે આ વખતે ૨૮ ફેબ્રુઆરીથી ૧ માર્ચની વચ્ચે ૨૯ ફેબ્રુઆરી આવી છે. કોઈ પણ ઈવેન્ટ પર ગૂગલનું ડૂડલ જોઈને લોકો ઉત્સાહિત હોય છે. આજના ગુગલ ડૂડલમાં દેડકાને જોઈ શકાય છે જેના પર તારીખ ૨૯ લખેલી છે. દેડકા કૂદતાની સાથે જ ૨૯મી અદૃશ્ય થઈ જાય છે. આખા ડૂડલમાં ૨૮,૨૯ અને ૧ માર્ચની તારીખો જોઈ શકાય છે. લીપ ડેના ગૂગલના ડૂડલનું બેકગ્રાઉન્ડ એક તળાવ જેવુ છે અને ગૂગલ શબ્દના અક્ષરો કમળના પાંદડાથી બનેલા છે.
વર્ષના ૧૨ મહિના ગ્રેગોરિયન કેલેન્ડર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ૧૨ મહિનામાં બીજા નંબરે ફેબ્રુઆરી આવે છે. ફેબ્રુઆરીમાં ૨૮ દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષ દરમિયાન દર ચાર વર્ષે તેમાં ૨૯ દિવસ હોય છે. જે વર્ષમાં શેષને ચાર વડે ભાગી શકાય તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષમાં વર્ષમાં ૩૬૬ દિવસ હોય છે. આ વધારાનો દિવસ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. આમ, ૨૯ ફેબ્રુઆરીએ જન્મેલા બાળકને તે જ તારીખે પોતાનો જન્મદિવસ ઉજવવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડે છે.
જેના કારણે ઘણા માતા-પિતા જેમની ડિલિવરીની તારીખ નજીક છે, તેઓ નથી ઈચ્છતા કે તેમના બાળકનો જન્મ ૨૯ ફેબ્રુઆરીએ થાય. આ અંગે ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ જણાવ્યું હતું કે, 'મોટાભાગની ગર્ભવતી મહિલાઓ જેમની ડિલિવરી ડેટ નજીક છે, તેઓ ૨૮ ફેબ્રુઆરી અથવા ૧ માર્ચે બાળકને જન્મ આપવાનું પસંદ કરે છે.' એક ગાયનેકોલોજિસ્ટે કહ્યું, 'મારી પાસે ૧૦ દર્દીઓ છે. જેઓ બાળકને જન્મ આપવા જઈ રહી છે. જેમાંથી માત્ર ૧ કપલે ૨૯ ફેબ્રુઆરીએ માતા-પિતા બનવાનું પસંદ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech