ગૂગલ ગુજરાતમાં ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે : મોદી સાથેની મુલાકાત બાદ સુંદર પીચાઈની જાહેરાત

  • June 24, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પિચાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને મોટી સન્માનની વાત ગણાવી અને રોકાણ માટે મોટી જાહેરાત કરી છે.




ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ વોશિંગ્ટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ જણાવ્યું કે, કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.




ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઈન્ટરનેશનલ ફિન-ટેક (GIFT) સિટી, ગુજરાત ખાતે અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.




ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતાં આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.



સુંદર પિચાઈ ઉપરાંત એલોન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પોતે તેમના ફેન હોવાની વાત કરી હતી. એલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે, વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કનું કહેવું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application