ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે ખુશ ખબર, એપના ટેમ્પ્લેટ્સ થયા અપગ્રેડ, રીલ્સ માટે એડ કારાયા સ્પેશીયલ ફીચર્સ

  • July 19, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું વધુ મજેદાર બની ગયું છે. આ માટે, કંપનીએ કેટલાક ઇન્સ્ટાગ્રામ રીલ્સ ટેમ્પ્લેટ્સ અપગ્રેડ કર્યા છે. આની મદદથી યુઝર્સ શાનદાર રીલ્સ બનાવી શકશે. કંપનીએ તેના બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે અમે તમારા માટે એક નવું અને વધુ સારું ટેમ્પલેટ બ્રાઉઝર રજૂ કરી રહ્યા છીએ.


સમાચાર મુજબ, હવે, યુઝર્સ ટેમ્પલેટ બ્રાઉઝરમાં કેટેગરી દ્વારા Instagram ટેમ્પ્લેટ્સ બ્રાઉઝ કરી શકે છે, જે સજેસ્ટ કરેલ, ટ્રેન્ડિંગ અને સેવ્ડ  ટેમ્પલેટ અને ઑડિયો દ્વારા ગોઠવવામાં આવે છે. યુઝર્સ રીલ્સમાં ટેમ્પલેટ બાય બટન પર ટેપ કરીને અન્ય લોકોએ ટેમ્પલેટનો ઉપયોગ કેવી રીતે કર્યો તે પણ જોઈ શકે છે. આ યુઝર્સ ને એક પેજ પર લઈ જશે જેમાં લોકો કેવી રીતે ક્રિએટીવ બન્યા.


સમાચાર મુજબ, આ ટેમ્પ્લેટ્સ કસ્ટમાઇઝ કરી શકાય તેવા હશે, જે યુઝર્સને ક્લિપ્સ ઉમેરવા અથવા રીમુવ કરવા, પર્સનલ ક્લિપ્સના ટાઈમને એડજસ્ટ કરવા અથવા કોઈપણ પ્રીલોડેડ ક્લિપ્સને એડિટ કરી શકાશે. ઇન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવા અને શેર કરવા માટે તેને સરળ અને વધુ મનોરંજક બનાવવા માટે અમે રીલ્સ ટેમ્પલેટ ફીચર બનાવવાનું ચાલુ રાખીશું. ગયા અઠવાડિયે જ, Meta એ જાહેરાત કરી હતી કે તે Instagram અને Messenger પર રીઅલ-ટાઇમ અવતાર કૉલ્સ શરૂ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application