રાજકોટ મનપાની ભરતી પરીક્ષામાં ૧૪૨૪ ઉમેદવારો ગેરહાજર રહ્યા

  • June 24, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્રારા ગઈકાલે રવિવારે લેવાયેલી ભરતી પરીક્ષામાં ૧૪૨૪ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, રવિવારે રાયભરમાંથી ઉમટેલા ૨૧૩૫ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, દરમિયાન હવે મહાપાલિકાની વેબ ઉપર આન્સર કી મુકાઇ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જુદા–જુદા સંવર્ગેાની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (૧) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,(૨) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ, (૩)સીસ્ટમ એનાલીસ્ટ, (૪) ગાર્ડન સુપરવાઈઝર, (૫)વેટરનરી ઓફિસર, (૬) ગાર્ડન આસીસ્ટન્ટ, (૭) ટેકનીકલ આસીસ્ટન્ટ(લાઈબ્રેરી) અને (૮) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની જાહેરાત આપવામાં આવેલ હતી આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તા.૨૩–૬–૨૦૨૪ના રોજ રાજકોટ શહેરનાં જુદા–જુદા કુલ ચાર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં એકંદરે કુલ ૩૫૫૯ ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ–૨૧૩૫ ઉમેદવારો દ્રારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૧૪૨૪ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેકટ્રોનીકસ ગેઝેટ, કેલ્કયુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવી હતી. પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા માટે જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application