રાજકોટ–પડધરીમાં દોઢ, લોધીકામાં પોણા બે ઈંચ વરસાદ

  • June 24, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં રવિવારે સાંજે ૨૧ મિલીમીટર અને આજે સવારે ૧૮ મીલીમીટર મળી કુલ ૩૯ મિલીમીટર વરસાદ થયો છે. રાજકોટમાં ગઈકાલે સાંજે અને આજે સવારે પડેલા વરસાદના કારણે લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામી છે.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં પોણા બે ઈંચ પડધરીમાં દોઢ ઈંચ કોટડા સાંગાણીમાં સવા ઈચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયો છે. રાજકોટ જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો જામકંડોરણા ધોરાજી જસદણ જેતપુર અને ઉપલેટા તાલુકામાં સામાન્ય ઝાપટા પડા છે. કોટડા સાંગાણી સહિતના અનેક તાલુકાઓમાં તોફાની પવન સાથે વરસાદ થવાથી છાપરા –પતરા ઉડયાની અને વૃક્ષો ધરાશાયી થયાની અનેક ઘટનાઓ બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application